________________
યશોવિજયજી અને એમનો જંબુસ્વામી રાસ
(૧) યશોવિજયજી લઘુ હરિભદ્રસૂરિ', દ્વિતીય હેમચન્દ્રાચાર્ય, “રમારિત શ્રુતકેવળી', “કુર્ચાલી શારદ', “મહાન તાર્કિક, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, વાચકવર્ય, ‘ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જૈન સંપ્રદાયમાં જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા અઢારમા શતકમાં ગુજરાતમાં થઈ ગયેલી એક મહાન ભારતીય વિભૂતિ છે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય પછી અત્યાર સુધીના સમયમાં તેમના જેવી મહાન વિભૂતિ જૈન શાસનમાં થઈ હોય તો માત્ર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી છે એમ કહેવાય છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે છેલ્લાં થોડાં વર્ષોમાં વધુ માહિતી મળી છે. લગભગ ૪૦ વર્ષ પહેલાં પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન શ્રી કાંતિવિજયજીએ રચેલી કૃતિ “સુજસવેલી ભાસ’ વિશે ભાળ લાગી ત્યાર પછી શ્રી યશોવિજયજીના જીવન ઉપર થોડો વધુ પ્રકાશ પડ્યો છે. તદુપરાંત એ ભાસે ઉપાધ્યાયજી મહારાજના જન્મ અને સ્વર્ગવાસનાં વર્ષો વિશે ચાલુ માન્યતામાં કેટલીક વિષમતા ગાડી એ વિશે આપણને ગંભીરપણે વિચારતા કર્યા છે.
“સુજસવેલી ભાસમાં જણાવ્યા પ્રમાણે ગુર્જર દેશમાં કનોડું ગામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું નામ સોભાગદે. તેઓને જસવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગેરમાં ચોમાસુ કરીને સં. ૧૬ ૮૮માં પંડિતવર્ય શ્રી નયવિજયજી કનોડું ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે
૧૧૬ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org