________________
મિરગલા એ રમણીક, નિત ચરઈ નિપટિ નિજીક.
રમત હું ઇણ શું રંગિ, બાલ તણી પરિ બહુ ભગિ. નવમી ઢાલમાં અને ત્યાર પછી દુહાની કડીઓમાં કથાનું સમાપન થઈ ગયા પછી દસમી ઢાલમાં કૃતિનું સમાપન કરતાં કવિ કથા-નાયકને વંદન કરી એમના કેવળજ્ઞાનનું ફરી એક વાર સ્મરણ કરતાં લખે છે :
શ્રી વલકલ રે ચીરી સાધુ વાંદિયઈ રે, હારે ગુણ ગાવતાં અભિરામ, અતિ આણંદિયાં રે, તાપસના ઉપગ્રહણ તિહાં, પડિલેહતાં, હાંરે નિરમલ કેવલ ન્યાન;
અતિ ભલું ઉપનું, શિવરમણી રે, સંગમનું સુખ સપનું રે. આમ, કવિની આ કૃતિમાં સ્થળે સ્થળે આપણને રસિક, કાવ્યમય પંક્તિઓ લાધે છે. તેઓ સંગીતના સારા જાણકાર હતા. એટલે આવી નાની રાસરચનામાં પણ એમણે પ્રત્યેક ઢાલ જુદા જુદા રાગ કે દેશમાં પ્રયોજી છે. એમની પંક્તિઓમાં પ્રાસસંકલના પણ સ્વાભાવિક અને સુભગ હોય છે. મારવાડીની છાંટવાળી એમની જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદગુણયુક્ત માર્દવ અને માધુર્ય અનુભવાય છે. અલબત્ત, આ રાસમાં હજુ કેટલાંક રસસ્થાનો ખીલવી શકાય એવાં છે પરંતુ રાસના કદની નિશ્ચિત કરેલી મર્યાદાને કારણે તેમ થઈ શક્યું નહિ હોય તેમ જણાય છે; કારણ કે કવિ તરીકેની સમયસુંદરની શક્તિનું એમની રાસકૃતિઓમાં આપણને દર્શન થાય છે.
આમ છતાં સમગ્રપણે જોતાં સમયસુંદરની આ લઘુરાસકૃતિ-ઠીકઠીક આસ્વાદ્ય છે એમ કહી શકાય.
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ શા ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org