________________
વલ્કલચીરી પોતનપુરમાં વેશ્યાને ત્યાં આવે છે ત્યારે એને સ્નાન વગેરે કરાવવામાં આવે છે તેનું મનોહર ચિત્ર કવિએ આલેખ્યું છે :
સખર સુગંધ પાણી કરીસહુ વેશ્યા કરાય સ્નાન રે; વારુ વસ્ત્ર પહિરાવીયા, પીલા ખવરાવ્યા પાન રે. સીસ વણાયઉ સેહરલકાનિ દોય કુડલ લોલ; હિયઈ હાર પહિરાઉ, દીપતી દીસઈ આંગુલી ગોલ રે. બંધ્યા વિહું બાંહે બહરખા, મોતી તણી કઠે માલ રે; હાથે હથસાંકલી, ભલઉ તિલક કયી વલિ ભાલ રે. ચોવા ચંપેલ લગાવીયા, ફૂટડા પહિરાયા ફૂલ રે;
આરિએ કારિમ કીયા, કાઈક કીધઉ અનુકૂલ રે. પોતાનો ભાઈ વેશ્યાઓની સાથે આવતાં આવતાં ક્યાંક ગુમ થઈ ગયાના સમાચાર મળતાં પ્રસન્નચંદ્ર રાજા જે શોક અનુભવે છે તેનું આલેખન પણ અસરકારક થયું છે :
વાત સુણી રાજા વિલખાણઉ, ભૂય કરઈ દુઃખ ભારી; મુઝ બાંધવ કોઈ મિલાયાં, બાંધવ માહરલે બિહંથી ચૂકઉં, વાત કીધી અવિચારી. મુઝ. મનવંછિત માંગઈ તે આપું, સઘલઈ વાત સુણાવઈ. મુઝ. તાત થકી તેહનઈ મઈ લ્યઉ, ઈહાં પણિ તેહ ન આવી. મુજ. હા! બાંધવ કિમ કરતો હોસ્પઈ, મુઝ ન મિલ્યઉમા જાઉં. ભાઈ મિલઈ ઈવડઈ ભાગ કિહાંથી, વલકલચરી વીર, આંખે દડ દડ આંસૂ નાખઈ, દુખ કરઈ દિલગીર. મુઝ. નાટક ગીત વિનોદ નિષેધ્યા, જીવણ થયઉ વિષ જેમ,
નિસ સૂતાં પણ નીદ્ર ન આવઈ, કહ હિવઉ કિજઈ કેમ. સુઝ. પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરી પોતાના પિતાને મળવા માટે વનમાં જાય છે તે વખતે વનમાં એક પછી એક વસ્તુઓ જોઈ પોતાના બાળપણનાં સંસ્મરણો તાજાં થતાં વલ્કલચીરી તે વિશે કેવી સ્વાભાવિક રીતે પોતાના ભાઈને બધી વાત કરે
આશ્રમ દીઠું અભિરામ, ઊતર્યો અશ્વથી તા. સર દેખિ સાથી મેલિ, કરતી હું હંસ જુ કેલિ. એ દેખિ તરુ અતિ ચંગ, રમત ઉપરિ ચડિ રંગ. ફૂટડા ફ્લ નઈ ક્લ, એહના આણિ અમૂલિ ભાઈ એ ભઇંસિનું દેખિ. વલ્કલચીરી નઈ હું વેષિ. દોહેનઈ આણઉ દૂધ પીતા પિતા અખ્ત સૂધ.
૧૧૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org