________________
પોતનપુરના ઉદ્યાનમાં સમવસર્યા હતા ત્યારે તેમને વંદન કરવા આવેલા પ્રસન્નચંદ્ર ભગવાનનો ઉપદેશ સાંભળી, પોતાના બાલપુત્રને રાજગાદી સોંપી ભગવાન પાસે દીક્ષા લીધી અને ત્યાર પછી તેઓ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.
આમ, ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવજ્યાનું કારણ કહ્યું. એટલામાં આકાશમાં દેવદુંદુભિ સંભળાવા લાગી અને દેવતાઓનું આગમન થવા લાગ્યું. શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “આ શું થઈ રહ્યું છે?” ભગવાને કહ્યું, “પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે માટે દેવતાઓ મહોત્સવ માટે આવી રહ્યા છે. એ જોઈ શ્રેણિક રાજાને સાનંદાશ્ચર્ય થયું. તેમણે રાજર્ષિ કેવળીને ફરી ફરીને વંદન કર્યા.
આમ, લગભગ સવા બસો ગાથામાં આ નાનકડા કથાનકને કવિ સમયસુંદર સુભગ રીતે આલેખ્યું છે. આવી લઘુરચનામાં કવિત્વવિલાસને બહુ અવકાશ હોય નહિ એ સ્વાભાવિક છે. વળી, તેમ કરવા જતાં તત્કાલીન શ્રોતાઓને પ્રિય એવો સાદંત કથા સાંભળવાનો રસ કવિત્વવિલાસમાં અટવાઈ ન જાય, આવી નાની રચનામાં ખાસ, તેની તકેદારી પણ રાખવી પડતી. આમ છતાં સમયસુંદરે જ્યાં
જ્યાં તક મળી ત્યાં ત્યાં ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે અને રસિક આલેખન કર્યું છે. નીચેની કેટલીક પંક્તિઓ એની પ્રતીતિ કરાવશે :
હીવડાં શ્રેણિક હરખીયઉ, મેઘ આગઈ જિમ મોર; વસંત આગમ જિમ વનસપતી, ચાહઈ ચંદ ચકોર.
તું જંગમ તીરથ મિલ્ય, સુરતરુ વૃક્ષ સમાણ રે. મનવાંછિત લ્યા માહચ, પેખ્યઉં પુણ્ય પ્રમાણ રે.
માંડ્યઉ સમવસરણ મંડાણ, ભગવંત બેઠા જાણે ભાણ. વલ્કલચીરીને લઈ આવવા માટે પ્રસન્નચંદ્ર રાજાએ મોકલેલી વેશ્યાઓનું વર્ણન કરતાં કવિ લખે છે : વેશ્યાની યેલી ૨ મિલી વિલસતી રૂપ રૂડી રે,
હાં રે વારૂ ચતુર ચઉઠિ કલા જાણ, કંચન વરણ તનુ કામિની, રૂપ રૂડી રે,
હાં રે બોલતિ અમૃત વાણી. રંગીલી રે રંગીલી રે, હાં રે વારૂ જોવન લહરે જાઈ. ગજગતિ ચાલઈ ગોરી મલપંતી, વિભ્રમ લીલ વિલાસ. લોચન અણિયાળા લોભી લાગણા, પુરુષ બંધણ મૃગ પાસ.
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org