________________
થઈ રહ્યો છે ? તપાસ કરો.' તરત રાજપુરુષો પેલી વેશ્યાને પકડી લાવ્યા. વેશ્યાએ કહ્યું, ‘રાજન્ ! મારા ઘરે એક ઋષિપુત્ર આવ્યો છે, તેની સાથે મારી દીકરી મેં પરણાવી છે. માટે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. તમારા શોકપ્રસંગની મને ખબર નહિ, માટે મને ક્ષમા કરો.'
આ સાંભળી ઋષિપુત્ર માટે રાજાને સંશય થયો. ઋષિપુત્રને ઓ ખવા માટે એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસોને મોકલ્યા. તે પરથી જણાયું કે ઋષિપુત્ર તે પોતાનો ભાઈ જ છે. એટલે એણે પોતાના ભાઈને હાથી પર બેસાડી રાજમહેલમાં બોલાવી લીધો. રાજાએ એને નાગરિક સંસ્કાર અને શિષ્ટાચાર શીખવ્યા અને એને કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ, આશ્રમમાં વલ્કલચીરીને ન જોતાં સોમચંદ્ર ઋષિને ઘણું દુ:ખ થયું અને એની ચિંતામાં ને ચિંતામાં તેઓ અંધ થઈ ગયા. બીજા તાપસો વનફળ વગેરે લાવી આપી તેમની સેવા કરતા હતા. પાછળથી જ્યારે કેટલાક તાપસ મારફત એમને સમાચાર મળ્યા કે વલ્કલચીરી પોતનપુરમાં પોતાના ભાઈની સાથે જ છે ત્યારે તેમને કંઈક સાંત્વન મળ્યું.
પોતનપુરમાં આવીને રહ્યે વલ્કલચીરીને જોતજોતાંમાં બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાત્રે તે અચાનક જાગી ગયો અને પોતાના આશ્રમજીવનનો વિચાર કરવા લાગ્યો. પોતાના પિતાનું સ્મરણ થતાં, તેમની સ્થિતિ વિશે ચિંતાતુર થતાં તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે વનમાં જઈ ફરી પિતાની સેવા કરવાની પોતાની ઇચ્છા પ્રસન્નચંદ્ર આગળ વ્યક્ત કરી. પ્રસન્નચંદ્ર પણ તૈયાર થઈ ગયો. બંને ભાઈઓ આશ્રમમાં સોમચંદ્ર પાસે આવી પહોંચ્યા, અને રાજર્ષિના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું. પોતાના બંને પુત્રોને મળવાથી સોમચંદ્રને અત્યંત હર્ષ થયો. તેમની આંખમાંથી હર્ષાશ્રુઓ વહેવા લાગ્યાં અને તેની સાથે જ તેમનો અંધાપો પણ ચાલ્યો ગયો.
વલ્કલચીરી એક કુટિરમાં ગયો તો ત્યાં તાપસનાં ઉપકરણો જોઈ એને જાતિસ્મરણ જ્ઞાન થયું. એને પોતાના મનુષ્યભવ અને દેવભવનું સ્મરણ થયું. તરત ત્યાં ને ત્યાં સાધુપણાના આદર્શનું ધ્યાન ધરતાં ધરતાં અને આત્માની ઉચ્ચ ભાવના ભાવતાં ભાવતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ વખતે દેવતાઓએ પ્રગટ થઈ એને સાધુવેશ આપ્યો. વલ્કલચીરી કેવળીએ સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પ્રતિબોધ આપ્યો અને પછી પોતે બીજે વિહાર કરી ગયા.
પોતાના નાના ભાઈની આવી ઉચ્ચ દશા જોઈ પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે પોતનપુર પાછા આવ્યા. તે રાજ્ય કરતા હતા પરંતુ એના હૃદયમાં સંસારના ત્યાગની ભાવના પ્રબળ બનતી જતી હતી. એક વખત ભગવાન મહાવી૨
૧૧૨ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org