________________
આશ્રમમાં રહેનારને પુણ્યોદયથી આવું ફળ પ્રાપ્ત થાય છે. તમે અમારા આશ્રમે ચાલો.' વલ્કલચીરીએ કહ્યું, “હા, જરૂર મને લઈ જાઓ.’
વલ્કલગીરી વેશ્યાઓ સાથે જવા માટે સંકેતસ્થાને ગયો. ત્યાંથી વેશ્યાઓ સાથે થોડેક ગયો ત્યાં સામેથી સોમચંદ્ર ઋષિ આવવાના સમાચાર મળતાં વેશ્યાઓ આમતેમ નાસી ગઈ. વલ્કલચીરી તેમને શોધતો શોધતો વનમાં ભટકવા લાગ્યો, પણ કોઈ વેશ્યા તેને દેખાઈ નહિ. એવામાં વનમાં એક રથી તેના જોવામાં આવ્યો. એણે રથીને પૂછ્યું, “તમે કયાં જાઓ છો ?” રથીએ કહ્યું, હું પોતનપુર જાઉં છું.” રથીએ વલ્કલચીરીને લાડુ ખાવા આપ્યા. એથી તો તે પોતનપુરના આશ્રમ જવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. તે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં કેટલાક ચોરે રથી ઉપર હુમલો કર્યો. ઝપાઝપીમાં ઘાયલ થયેલા ચોરે પોતાનું બધું ધન રથીને આપી દીધું. પોતનપુરમાં પહોંચતાં રથીએ તે ધનમાંથી કેટલુંક - વલ્કલચીરીને આપતાં કહ્યું, ‘આ લે તારો ભાગ. એ વિના અહીં તને ક્યાંય રહેવા કે ખાવાપીવા કશું મળશે નહિ.”
વલ્કલચીરી પોતનપુરમાં આશ્ચર્યમુગ્ધ બની આમતેમ ભમવા લાગ્યો અને લોકોને તાત ! તાત !” કહી બોલાવવા લાગ્યો. લોકો એના ભોળપણ પર હસવા લાગ્યા. એમ કરતાં સાંજ પડી ગઈ, પરંતુ વલ્કલચીરીને રહેવા માટે ક્યાંય આશ્રય મળ્યો નહિ, કવિ લખે છે :
આપઇકો નહિ આસરલ, રહિયા રિષિ નઈ કામ; વહતો વેશ્યા વરિ ગયઉં, એ ઉટજ અભિપ્રામ. દ્રવ્ય ઘણઉ દેઈ કરી, રહ્યઉ મુનીસર રંગ;
વેશ્યા આવી વિલસતી, ઉત્તમ દીઠ અંગ. આમ, વેશ્યાને ત્યાં પૈસા આપીને વલ્કલચરી રહ્યો. વેશ્યાએ હજામને બોલાવી એના લાંબા લાંબા વાળ અને નખ ઉતરાવ્યા, સ્નાન વગેરે'વડે એના શરીરને નિર્મળ, સુગંધિત કરાવ્યું. સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પોતાની દીકરી સાથે એનું પાણિગ્રહણ કરાવી ઉત્સવ મનાવ્યો. વલ્કલચીરીને આ બધો નવો અનુભવ ઘણો આશ્ચર્યજનક લાગ્યો.
આ બાજુ, વલ્કલચીરીને લેવા માટે ગયેલી વેશ્યાઓએ પોતનપુર આવી પ્રસન્નચંદ્ર રાજાને બધો વૃત્તાન્ત કહ્યો. એ સાંભળી રાજાને પોતાના ભાઈની ચિંતા થવા લાગી. તેણે નાટક, ગીત, વિનોદ વગેરેનો નિષેધ કર્યો. રાત્રે તેને ઊંઘ પણ આવી નહિ. તે શોકમાં રાત્રિ પસાર કરતો હતો તે વખતે તેણે ગીત વાજિંત્રોનો નાદ સાંભળ્યો. એણે રાજપુરુષોને કહ્યું, મારા આવા શોકમય પ્રસંગે કોને ત્યાં ઉત્સવ
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org