________________
ઓટલા લિપાઈ આણિ ગોબર, ગાઈ છઇ તિહાં વન તણી, વન વીહિ આણઈ આપતાપસ, આણઈ રાણી ઇંધણી. તપસ્યા કરછ તાપસ તણી, નિરકમ નાં નિરમાયો છે,
સૂવું સીલ પાલઈ સદા, ધ્યાન નિરંજન બાયો જી. વનમાં ગયા પછી થોડા વખતમાં જ રાજાએ રાણી ધારિણીને ગર્ભવતી થયેલી જોઈ. રાજાએ રાણીને કારણ પૂછ્યું. રાણીએ કહ્યું, ગૃહસ્થાવસ્થામાં જ હું ગર્ભવતી હતી, પરંતુ દીક્ષા લેવામાં અંતરાય થાય એટલે મેં એ વાત તે વખતે અપ્રગટ રાખી હતી.” ત્યાર પછી, ગર્ભકાળ પૂરો થતાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ પોતે પ્રસવમાં જ માંદી થઈ મૃત્યુ પામી. જન્મેલા બાળકને વલ્કલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું હતું એટલે પિતાએ એનું નામ “વલ્કલચીરી' રાખ્યું. વનમાં દૂધ, વનફળ વગેરે વડે વલ્કલચીરી' મોટો થયો. પશુઓ સાથે એ રમતો, પિતા પાસે ભણતો અને પિતાની સેવાચાકરી કરતો, ક્રમે ક્રમે એ યુવાનીમાં પ્રવેશ્યો, પરંતુ તે તદ્દન ભોળો બ્રહ્મચારી જ રહ્યો હતો. સ્ત્રી એટલે શું એની પણ એને ખબર નહોતી.
આ બાજુ પિતાની ગાદીએ આવેલો પ્રસન્નચંદ્ર મોટો થયો અને સુખેથી રાજ્ય કરવા લાગ્યો. એણે એક વખત સાંભળ્યું કે પોતાની માતાએ વનમાં ગયા પછી એક પુત્રને જન્મ આપ્યો છે અને એ પણ હવે મોટો થઈ ગયો છે. ત્યારે પોતાના એ ભાઈને મળવા માટે એનું હૃદય ભ્રાતૃસ્નેહથી ઉત્કંઠિત થઈ ગયું. એણે ચિત્રકારોને બોલાવી જંગલમાં જઈ પોતાના ભાઈનું ચિત્ર તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો તે પ્રમાણે ચિત્ર બનાવી લાવ્યા. એ જોઈ પ્રસન્નચંદ્રને ઘણો આનંદ થયો. પોતાના ભાઈના ચિત્રને છાતીએ વળગાડી તે વિચાર કરવા લાગ્યો કે, “પિતાજી તો વૃદ્ધાવસ્થામાં વનમાં વૈરાગ્ય ધારણ કરી ઉત્સાહપૂર્વક તપ કરે છે, પરંતુ મારો નાનો ભાઈ તરુણ અવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું રાજ્યસુખ ભોગવું એ યોગ્ય નથી.” એટલે પ્રસન્નચંદ્ર રાજાએ કેટલીક કુશલ વેશ્યાઓને બોલાવી કહ્યું, “તમે મુનિનો વેશ ધારણ કરી વનમાં જાઓ અને વિવિધ કળાઓ વડે મારા ભાઈનું મન આકર્ષી એને અહીં લઈ આવો.”
વેશયાઓ બિલ, ફલ વગેરે લઈ વનમાં તાપસાશ્રમમાં ગઈ. વલ્કલચીરીએ ઊઠીને એમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો ?” વેશ્યાઓએ કહ્યું, પોતનપુરના આશ્રમમાંથી.” વલ્કલચીરીએ એમને આશ્રમનાં ફળ ખાવા આપ્યાં. વેશ્યાઓએ પોતે લાવેલાં ફળ વલ્કલચીરીને ચખાડ્યાં અને કહ્યું, ‘તમારાં ફળ સાવ નીરસ છે. અમારાં ફળ કેટલાં સ્વાદિષ્ટ છે !' વલ્કલચીરીએ વેશ્યાઓની છાતી પર સ્પર્શ કરી કહ્યું, ‘તમારી છાતી પર આ ફળ શું છે ? વેશ્યાઓએ કહ્યું, “અમારા
૧૧૦ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org