________________
પામ્યા હોત તો નરકગામી થાત. પરંતુ મનમાં ને મનમાં શત્રુઓ પર એક પછી એક શસ્ત્ર વડે પ્રહાર કર્યા પછી શસ્ત્રો ખૂટતાં પોતાના મસ્તક પરનો ટોપ લેવા માટે મસ્તક પર ખરેખર હાથ મૂક્યો, અને પોતાના લોચ કરેલા મસ્તકનો ખ્યાલ આવતાં તેઓ તરત જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને શુભ ધ્યાનમાં આરૂઢ થઈ ગયા, એટલે હવે જો તે કાળધર્મ પામે તો સ્વાર્થસિદ્ધિએ જાય.' કવિ સમયસુંદર વર્ણવે છે :
ધ્યાન ભલઉ હોયડઈ ધર્યઉ, લોચથી પ્રતિબોધ લાધઉજી; પાપ આલોયા આપણા, સૂધ થયઉ વલિ સાધોજી. સૂધઉ થયઉ વલિ સાધ તતખિણ, કરમ બહુલ ખપાવિયા; જિમ પડયઉ તિમ વલિ ચડયઉ ઉંચલ, ઉત્તમ પરણામ આવિયા. ભાવના બાર અનિત્ય ભાવી, અતિ વિસુદ્ધ આતમ કર્યઉ; મૂલગી પરિ મુનિ રહ્યઉ કાઉસગિ, ધ્યાન ભલઉ હોયડઈ ધર્યઉં. શ્રેણિક રાજાએ મુનિની પ્રવજ્યાનું કારણ પૂછ્યું. ભગવાને વિગતે વાત કહી :
પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો. એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજારાણી મહેલમાં બેઠાં હતાં તે વખતે રાજાના મસ્તકમાં સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું, દેવ, જુઓ કોઈ દૂત આવ્યો છે.” રાજાએ આમતેમ જોયું પણ કોઈ દૂત જણાયો નહિ. પછી રાણીએ સફેદ વાળ બતાવી કહ્યું, “જુઓ, આ યમનો દૂત. એ જોઈ રાજાએ કહ્યું, “અરે! મારા પૂર્વજો તો માથામાં સફેદ વાળ આવે તે પહેલાં રાજગાદીનો ત્યાગ કરી વનમાં જતા. પરંતુ હું તો હજુ મોહમાયામાં જ ફસાયેલો છું. શું કરું? કુમાર પ્રસન્નચંદ્ર હજુ બાળક છે. તું જો એની સંભાળ રાખવાનું માથે લે તો હું વનવાસી થાઉં.' રાણીએ કહ્યું, હું તો તમારી સાથે જ વનમાં આવવા ઇચ્છું છું. કુમાર ભલે નાનો રહ્યો. રાજપુરુષો એની સંભાળ લેશે અને એ રાજસુખ ભોગવશે.”
તરત તેઓએ નિશ્ચય કર્યો અને રાજા અને રાણી પુત્રને રાજગાદી પર સ્થાપી, તાપસી દીક્ષા ધારણ કરી વનમાં જઈ તાપસાશ્રમની ઝૂંપડીમાં રહેવા લાગ્યાં. રાણી ઇંધણ લાવતી, ગાયના છાણથી ઝૂંપડી લીંપતી, ઘાસની શય્યા તૈયાર કરતી; રાજા વનમાંથી ચોખા વગેરે અન્ન લઈ આવતા. આ રીતે તેઓ બંને તપ કરતાં કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યાં. કવિ લખે છે :
આણઈ રાણી ઇંધણી, વનલ ફ્લ વિશાલો જી, કોમલ વિમલ તરણે કરી, સેજ સાજઇ સુકમાલો જી. સેજ સજઇ સુકમાલ રાણી, ઇંગુદી તેલઈ કરી, ઉટલા ઉપરિ કરઈ દીવઉ, ભગતિ પ્રહની મનિ ધરી.
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org