________________
ધન માતા જિણ ઉર ધર્યઉં, ધન પિતા ધન વંશ રે; એહવઉ રતન જિહાં ઉપનઉ, સુરનર કરઈ પરસેસ રે. દરસણ તોરલ દેખતાં, પ્રણમતાં તોરા પાય રે; આજ નિહાલ અહે હુઆ, પાપ ગયા તે પુલાઈ રે. તૂ જંગમ તીરથ મિલ્યઉ, સૂરતરુ વૃક્ષ સમાણ રે;
મનવાંછિત ફલ્યા મોહરા, પેખ્યઉ પુણ્ય પ્રમાણ રે. પરંતુ દુમુખે મુનિવરને ધિક્કારતાં વચનો ઉચ્ચાય :
દુમુખ દૂત મુનિ દેખિનઈ, અસમંજસ કહઈ એમ; પાખંડી ફિટ પાપીયા, કહિ વ્રત લીધી કેમ. ગૃહિ વ્રત ગાઢઉ દોહિલઉં, નિરવાહ્યઉ નવિ જાય; કાયર ફિટ તઈં શું કિયલ, સહૂ પૂઠિઈ સીદાય. બાલક થાપ્ય બાપડઉ, નાન્હઉ ઘણું નિપટ્ટ; વઈરી વહિલા વીટિસ્ય, નગરી ઘણું નિકટ્ટ. બઈયર થારી બાપડી, પડિસ્પઈ બંદિ પ્રગટ્ટ,
નંદન મારી નાંખિસ્યુઈ, દલ મેંહડે દહવટ્ટ. “અરે, આ તો પાખંડી છે, પાખંડી. પુત્રને ગાદી આપી પોતે તપશ્ચર્યા કરવા નીકળ્યા છે, પણ એમને ખબર નથી કે શત્રુઓ વખત જોઈને એની નગરીને ઘેરો ઘાલશે, એની રાણીને કેદ પકડશે, એના પુત્રને મારી નાખશે, અને પુત્ર મરતાં આ નિઃસંતાન મુનિને કોઈ પિંડદાન દેશે નહિ અને તેથી તે દુર્ગતિ પામશે.” દુમુખનાં આવાં વચન તે મુનિને કાને પડ્યાં. પરંતુ રાજા શ્રેણિકને આ બંને દૂતોના વિવાદની કંઈ ખબર નહોતી. તેઓ તો જેવા આ મુનિવર આગળથી પસાર થયા તેવા હાથી પરથી ઊતરી મુનિને પ્રણામ કરી આગળ ચાલ્યા.
તેઓ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાનની દેશના સાંભળ્યા પછી શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “હે ભગવન્! રસ્તામાં મેં એક મુનિવરને જોયા. ઉગ્ર તપશ્ચર્યા કરનાર તે મુનિવર જો હમણાં કાળધર્મ પામે તો તેમની ગતિ કેવા પ્રકારની થાય ?” ભગવાને કહ્યું, “તે સાતમી નરકે જાય.” આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર સાતમી નરકે જાય એવો જવાબ સાંભળી શ્રેણિક રાજાને ઘણું આશ્ચર્ય થયું. તેમના મનમાં સંશય થયો. કંઈ સમજ ન પડી એટલે થોડી વાર પછી તેમણે ભગવાનને ફરીથી પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું. હવે તે જો કાળધર્મ પામે તો સર્વાર્થ સિદ્ધિએ જાય.' ભગવાનના આવા ઉત્તરથી રાજાને વધારે સંશય થયો. ભગવાને ખુલાસો કરતાં કહ્યું, “દુમુખના વચનથી તે મુનિ રૌદ્રધ્યાનમાં આરૂઢ થયા હતા. તેમણે મનમાં ને મનમાં પોતાના શત્રુઓ સાથે સંગ્રામ માંડ્યો હતો. અને તે જ વખતે જો તે કાળધર્મ
૧૦૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org