________________
કર્યું છે. દસ ઢાલની અને વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મળી કુલ ૨૨૬ ગાથામાં કવિએ આ રચના કરી છે.
રાસના આરંભમાં દુહાની કડીઓમાં કવિએ, ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે, સરસ્વતી દેવીને, સદ્ગુરુને અને પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને એમની કૃપાની યાચના કરી છે. વળી, અહીં જ એમણે આ રચના પાછળનો પોતાનો હેતુ પણ દર્શાવી દીધો છે. અલબત્ત, આવો હેતુ, તત્કાલીન ધાર્મિક માન્યતાનુસાર ફલશ્રુતિના પ્રકારનો, કૃતિનું માહાત્મ્ય દર્શાવનારો જ હોય છે. કવિ લખે છે :
ગુણ ગિરુઆના ગાવતાં, વલિ સાધના વિશેષ;
ભવ માંહે ભમિયઇ નહીં, લહિયઇ સુખ અલેખ. મઇસંયમ લીધઉ કિમઇ, પણિ ન પલઇ કરું કેમ; પાપ ઘણા પોતઇ સહીં, અટકલ કીઇ એમ. તર્ક પણિ ભવ તરિયા ભણી, કરવઉ કોઇ ઉપાય; વલકલચીરી વરણવું, જિમ મુઝ પાતક જાય.
રાસની પહેલી ઢાલમાં કવિ કથાનો આરંભ મગધ દેશની રાજગૃહ નગરીના વર્ણનથી કરે છે. આ નગરીનું માહાત્મ્ય વર્ણવતાં કવિએ ભગવાન મહાવીર, ધન્ના, શાલિભદ્ર, નન્દન મણિયાર, કયવન્ના શેઠ, જંબુસ્વામી, મેતાર્ય મુનિ, ગૌતમ સ્વામી વગેરેનાં નામ એ નગરી સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલાં છે તે સચોટ રીતે દર્શાવ્યું છે. એ રાજગૃહ નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એક વખત ભગવાન મહાવી૨ સમોવસર્યા હતા. વનપાલક પાસેથી આ વધામણી સાંભળી શ્રેણિક રાજા તેમને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં એમણે એક મુનિવરનાં દર્શન કર્યાં, જે એક પગ ૫૨ ઊભા રહી, સૂર્ય સમક્ષ બે હાથ ઊંચા કરી કાઉસગ્ગ કરી રહ્યા હતા. જુઓ : મારગમઈ મુનિવર મિલ્યા, હુંવારીલાલ, રહ્યઉ કાઉસગિ રિષિરાય રે. એક પગ ઊભઉ રહ્યઉં, હુંવારીલાલ,
પગ ઉપરિ ધરી પાય રે. સૂરિજ સાહની નાર ધિર, હુંવારીલાલ, બે ઉંચી ધરી બાંહ રે.
સીત તાવડ પરીસા સહઇ, હુંવારીલાલ, મોહ નહીં મન માંહ રે.
શ્રેણિક રાજાની સાથે એના સેવકો, દૂતો, સૈનિકો વગેરે પણ હતા. એમાં સુમુખ અને દુમુખ નામના રાજાના બે દૂત વચ્ચે આ મુનિવરની તપશ્ચર્યા અંગે વિવાદ થયો. સુમુખે મુનિવરના ત્યાગવૈરાગ્યની ઘણી પ્રશંસા કરતાં વચનો ઉચ્ચાર્યાં :
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org