________________
તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા વધારી દીધી છે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં મૃગાવતી ચરિત્ર ચોપાઈ’ એ આપણા એક સિદ્ધહસ્ત જૈન સાધુકવિને હાથે લખાયેલી, આપણા રાસસાહિત્યમાં અનોખી ભાત પાડતી એક મહત્ત્વની કૃતિ છે.
(૩) વલ્કલચીરી રાસ
ઈ.સ.ના સોળમાસત્તરમા શતકના જૈનકવિઓમાં કવિવર સમયસુંદરનું સ્થાન અનોખું છે. સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, ઇતિહાસ પ્રબંધ, રાસ-ચોપાઈ, બાલાવબોધ, સ્તવન, સજ્ઝાય, ગીત ઇત્યાદિ સાહિત્ય-પ્રકારોમાં પોતાની વિપુલ અને ઉચ્ચ કોટિની સેવા આપનાર આ વિદ્વાન કવિએ મધ્યકાળમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિઓમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ, મૃગાવતીચરિત્ર ચોપાઈ, નલદવદંતી રાસ, પુણ્યસાર રાસ, વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લક કુમાર રાસ, પૂંજા ઋષિ રાસ, ચંપક શ્રેષ્ઠી ચોપાઈ, ધનદત્ત શ્રેષ્ઠી ચોપાઈ, વલ્કલચીરી રાસ, સીતારામ ચોપાઈ, દ્રૌપદી ચોપાઈ વગેરે રાસ-ચોપાઈના પ્રકારની ઘણી રચનાઓ કરી છે. સ્તવન, ગીતાદિ લઘુ રચનાઓમાં પણ એમનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.
સમયસુંદરે વલ્કલચીરી રાસ’ની રચના સંવત ૧૬૮૧માં જેસલમેરનગરમાં મુલતાનના શાહ કરમચંદની આગ્રહભરી વિનંતીથી કરી છે. એમાં કવિએ જૈનોમાં સુપ્રસિદ્ધ એવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને વલ્કલચીરીની કથા આલેખી છે. સામાન્ય રીતે કવિ સમયસુંદર કથાનો આધાર પોતે કયા ગ્રંથમાંથી લે છે એ પોતાની રાસરચનાઓને અંતે નોંધે છે. પરંતુ આ રાસને અંતે એમણે એવો કોઈ નિર્દેશ કર્યો નથી. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના પરિશિષ્ટ પર્વમાં જંબુસ્વામીના ચરિત્ર પૂર્વે હેમચંદ્રાચાર્યે વલ્કલચીરીની કથા વિગતે આપી છે. પરંતુ એની સાથે સમયસુંદરની આ કૃતિ સરખાવતાં, મુખ્ય મુખ્ય ઘટનાઓને તે બરાબર અનુસરતી હોવા છતાં, કવિએ તેનો આધાર લીધો હોય એમ લાગતું નથી.
કવિએ આ રાસની રચના દુહા અને જુદીજુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. કદની દૃષ્ટિએ જોતાં આ રાસ વિના સીતારામ ચોપાઈ, નલદવદંતી રાસ, દ્રૌપદી ચોપાઈ વગેરે કરતાં નાનો અને પ્રિયમેલક ચોપાઈ, ચંપક શ્રેષ્ઠિ ચોપાઈ, ધનદત્ત શ્રેષ્ઠી ચોપાઈ, પુણ્યસાર રાસ વગેરેની કક્ષામાં મૂકી શકાય એવો છે. મધ્યકાળમાં રચાયેલા જૈન રાસાઓમાં મધ્યમ કદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય એવી આ રચના છે. કવિએ એ માટે કથાવસ્તુ પણ એને અનુરૂપ પસંદ
Jain Education International
૧૦૬ : સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org