________________
છાંટવાળી કરેલી છે. સમયસુંદર પોતે ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. સંસ્કૃતમાં એમણે એક વાક્યના આઠ લાખ અર્થ થાય એવા ગ્રંથની રચના કરી છે, જે ગ્રંથ પ્રકાશિત પણ થયેલો છે. વળી સમયસુંદર તેજસ્વી કવિ પણ હતા. એટલે સિંધુભાષાની છાંટવાળી ઢાલની રચના કરવી એ એમને માટે સહજ વાત હતી.
આ ઢાલ આ રાસનું એક અનેરું લક્ષણ બની રહે છે. કવિની નીચેની પંક્તિઓ જોવાથી તેની પ્રતીતિ થશે :
ચેલી બે તઈ કીતા અપરાધ, રાતિ આઈ કર્યું એકેલી, મઈડી. ચેલી બે. તું ચંગીથી જાણું હુણ કર્યું શું તું બેકલી;
સૂંઈ મંઘ કીતા એહુ સમવસરણ બિચિ બહુ રહી
ચેલી તઈ કીતા પરમાદ, અસા નીલિ આઈ નહી. ચેલી સાધકા નહીં આચાર, તિહિ વસાઈ હું આખી ચેલી મઈ જાણી ગઈ ચલ્લિ, નહિ તઉ તઇકું ન રાખહી ચેલી મષ્ઠિ અસાડી સિક્ષ ગુનહ તુસાડા માફ હઈ ચેલી મિચ્છાદુક્કડ દેહુ, રાતિ ચલ્યાંકા પાપ હઈ ચેલી નવમી ઢાલ રસાય, સિંધુ ભાષા સોહદી યેલી સમયસુંદર કહઈ સચ્ચ, ભણુ અસાડા મોહદી.
કવિવર સમયસુંદરે આ રાસકૃતિમાં એક ઐતિહાસિક કથાવસ્તુને આલેખ્યું છે. રાસમાં પ્રસંગાનુસાર કવિએ દુહા અને ઢાલની રચના કરી છે અને ૭૪૫ જેટલી કડીમાં કથાનકનું નિરૂપણ કર્યું છે. દુહા અને ઢાલનું આયોજન કવિએ સપ્રમાણ કર્યું છે અને રાગરાગિણીની દૃષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યું છે. મૃગાવતી રાણી, શતાનીક રાજા, જુગંધર મંત્રી, ઉદયનકુમા૨, નિપુણ ચિતારો, ચંડપ્રદ્યોત રાજા, ભગવાન મહાવીર સ્વામી, ચંદનબાલા ઇત્યાદિનાં પાત્રોને પણ કવિએ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે. આલેખનમાં કવિએ સામાન્ય રીતે ક્યાંય બિજનરૂરી વિસ્તાર થવા દીધો નથી. મૃગાવતીના દોહદનો પ્રસંગ, ભારંડપક્ષીએ કરેલા અપહરણનો પ્રસંગ, ચિતારાનો પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણનો પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણનો પ્રસંગ. ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ અને ક્ષમાપના કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યા છે.
કવિએ રાસમાં ધર્મોપદેશની બાબતોને પણ સહજ રીતે, રસક્ષક્ષિત ન થાય એ રીતે, બલ્કે, કથાવસ્તુના નિરૂપણને પોષક બને એ રીતે ગૂંથી લીધી છે. ભાષાની દૃષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org