________________
કતના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી થયેલી એની નકલની હસ્તપ્રત મળે છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે દીક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી, “સુજસવેલી ભાસકાર શ્રી યશોવિજયજીના સમકાલીન હતા, જ્યારે શ્રી નયવિજજી ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય, છતાં આ બાબતમાં અત્યારે નિર્ણય બાંધવાની ઉતાવળ કરવા કરતાં વધુ પ્રમાણો મળવાની રાહ જોવી સારી એમ કહી શકાય.
ઉપાધ્યાયજી મહારાજના બાળપણ વિશે આપણને ખાસ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસો વિશે એક એવી દંતકથા પ્રચલિત છે કે એમની માતા સૌભાગ્યદેવીને એવો નિયમ હતો કે જ્યાં સુધી તે “ભક્તામરસ્તોત્ર' ન સાંભળે ત્યાં સુધી અન્નપાણી લેતાં નહિ. તે સાંભળવા માટે તે રોજ ગુરુ મહારાજ પાસે જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષા થઈ અને તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ “ભક્તામરસ્તોત્ર’ સાંભળી શક્યાં નહિ. એવી રીતે ત્રણ દિવસ સુધી એમને ઉપવાસ થયા. ચોથે દિવસે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે ઉપવાસ કર્યો ત્યારે બાળક સવંતે એનું કારણ પૂછ્યું, અને માતાએ તેનું કારણ કહ્યું. એ વખતે બાળક જસવંતે માતાને “ભક્તામરસ્તોત્ર' સંભળાવ્યું અને અઠ્ઠમનું પારણું કરાવ્યું. રોજ પોતે માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને ભક્તામરસ્તોત્ર સાંભળતો. તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદ્દભુત સ્મરણશક્તિ જોઈ માતાને સાનંદાશ્ચર્ય થયું અને એ વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમને પણ તે પ્રમાણે સાનંદાશ્ચર્ય થયું.
દીક્ષા પછી ગુરુ શ્રી નવિજય ગણિ સાથે વિહાર કરતા કરતા શ્રી યશોવિજયજી અમદાવાદ નગરમાં પધાર્યા હતા. તે સમય દરમિયાન તેમણે અમદાવાદમાં ગુરુમહારાજની હાજરીમાં આઠ અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. એમના આ પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા થવા લાગી. એમાંના એક શ્રેષ્ઠી ધનજી સૂરાને શ્રી યશોવિજયજીની આવી અદ્ભુત સ્મરણશક્તિ પ્રત્યે આદર થયો અને તેમણે ગુરુમહારાજ શ્રી નવિજયજીને વિનંતી કરી કે “આ શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તે બીજા હેમચન્દ્રાચાર્ય થાય. જો કાશી જઈ બીજાં છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉજ્જવળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “કાશી જઈ અભ્યાસ કરવામાં લક્ષ્મીની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર શીખવતા નથી.” ધનજી
યશોવિજયજી અને એમનો બૂસ્વામી રાસ / ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org