________________
નૃપ આગલિ નિરખઈ વનતીરે, તાપસ આશ્રમ ગુહિર ગંભીર; અંબ કદબ ચંપક કણવીરે, અગર તગર નાલોર એબીર. નાગ પુનાગ સાગ જમીરે તાલ તમાલ અસોક ઉસીરે, વૃક્ષ મૂલ સિંચિત બહુ નીરે, કોકિલ નાદ અનોપમ કીર. મધ્યભાગ મઠ ઉટજ કુટીરે, બઈઠા તાપસ વૃદ્ધ શરીર, મસ્તકિ કેશ જટા કોટીરે, તપ જપ કિરિયા સાહસ ધીર. રાખઈ નહિ કો ધાત કથીર, પરિગહન ધરઈ એક કસર', વનલ ભક્ષ કરવા નીરે, કે ચીભડ કાલિંગ મતીર, રિષિ ચાલઈ નહિ જિહાં વહેઈ સીર, હરિ મૃગ અતિ નકુલાણ ન પીર,
પાડઈ નહીં તરુકૂલ સમીરે, તાપસ સબલ હટક નઈ હીરે.
અર્થાલંકાર અને શબ્દાલંકાર પ્રયોજવામાં કવિ સમયસુંદર સિદ્ધહસ્ત છે, તેમ તત્કાલીન પ્રચલિત લોકોક્તિઓ, રૂઢ પ્રયોગો, કહેવતો ઈત્યાદિને પણ રાસની પંક્તિઓમાં વણી લેવામાં કવિની કુશલતા જોઈ શકાય છે. કવિએ આ રાસમાં પ્રસંગે પ્રસંગે એવી સુંદર પંક્તિઓ પ્રયોજી છે. ઉદાહરણ તરીકે નીચેના પંક્તિખંડો જુઓ :
બાલિ સોનઉ જે કાનનઈ ત્રોડઈ;
જલ બિન કિમ રહઈ માછલી
છેલ્સઉ જાન ઘણું ઘરઘુરઈ;
ખીલી કાજ મ ઢાઈ આવાસ
પાગલ મેરુ પર્વતિ પુઉગઈ;
સુતઉ સિંહ જગાડ્યઉ,
રયાવર મિત્ર જેહ નઈ તેહણ દારિદ્ર જાય તનકાલ
સુખ સરસવ દુખ મેરુ સમાન;
કનક મુંડી નંગ વિહુણી
૧છ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org