________________
રસવતી જેમ અલૂણી બે કત વિના જ્યમ નારિ વિરંગી
રાગ વિના ઢોલ ન ચંગી બે. કવિ સમયસુંદર સંગીતના ઘણા સારા જાણકાર હતા. તેમણે રચેલી જુદીજુદી રાકૃતિઓમાં ઢાળોની જે જુદાજુદા રાગમાં રચના કરી છે તેના પરથી આની પ્રતીતિ થાય છે. મૃગાવતીચરિત્ર ચોપાઈમાં એમણે ત્રણ ખંડમાં બધું મળીને આડત્રીસ ઢાલની રચના કરી છે. એમાં એમણે ભૂપાલ, કેદારો, ગૌડી, આસાવરી, ધન્યાસી, મલ્હાર, રામગ્રી મારુણી, સિંધૂડો, સારંગમાર, જઈતશ્રી, પરજિયો, સોરઠી વગેરે રાગરાગિણી પ્રયોજ્યાં છે જે બતાવે છે કે સમયસુંદર વિવિધ રાગરાગિણીમાં ઢાળની રચના કરવામાં ઘણા કુશળ હતા. સમયસુંદરે એ સાથેસાથે પોતાના સમયમાં પ્રચલિત અને લોકપ્રિય બની ચૂકેલી ગેય પંક્તિઓ અર્થાત્ તત્કાલીન લોકપ્રચલિત દેશીઓનો ઉપયોગ પણ આ રાસમાં કર્યો છે. કારણ કુંણ સમા રઈ દેહા', ધન ધન અવંતી સુકમાલ', “સુગુણ સનેહી મેરે લાલા', “હરિયા મન લાગઉ', “ઋષભદેવ મોરા હો', “ચતુર સનેહી મોહના', “રુડી રે ભારણિ રામલા પદ્મિની રે', “ન€ ગઈ મેરી નત્ય ગઈ મેરી નત્ય ગઈ', “મૂંઝનઈ ચાર સરણા હજ્યો', “સીમંધર સામી સાંભળઉ વિનંતી અવધારઉ, હું માલિણ રાજા રામકી', “સુણ મેરી સજની રજની ન જાવઈ રે', પિઉડા માનઉ બહોલ હમારઉ રે, “જિનજી તુમ દરસણ મુઝ નઈ વાલહુ રે, નિંદા મ કરિજ્યો કોઈ પારકી રે, “સાધુનઈ વિહરાવ્યું કડવું તુંબડું રે' ઇત્યાદિ દેશીઓ સમયસુંદરના સમયમાં પ્રચલિત હશે તેનો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એની સાથેસાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સમયસુંદર આ રાસની રચનામાં ગેયતાની દષ્ટિએ શક્ય એટલું વૈવિધ્ય આણવાનો પ્રયત્ન કર્યો
જૈન સાધુકવિઓને હાથે લખાતી રાસકૃતિઓમાં ધર્મોપદેશનું તત્ત્વ સીધી કે આડકતરી રીતે આવ્યા વિના રહે નહિ. સામાન્ય રીતે કવિઓ પોતાની રાસકૃતિ માટે જે કથાનકો પસંદ કરે તે પણ એવાં હોય કે જેમાં ધર્મોપદેશ માટે ઠીકઠીક અવકાશ રહે.
સમયસુંદરે મૃગાવતીનું ચરિત્ર આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે. મૃગાવતી એ ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન એવાં એક તેજસ્વી સતી ગણાયાં છે, જે સંયમધર્મ પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામે છે. મૃગાવતીનું જીવન સુખદુઃખથી સભર છે. દુઃખના સમયમાં પણ તેઓ પોતાના ધર્મને ચૂકતાં નથી. વિષમ કસોટીમાંથી એ પાર પડે છે અને સતી તરીકે પંકાય છે.
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ આ ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org