________________
શતાનીક રાજાના મહેલમાં ચિત્રો ચીતરવા માટે એક નિપુણ નામનો ચિતારો આવે છે. એ જે વિધવિધ ચિત્રો દોરે છે તેનું વર્ણન સમયસુંદરે રસિક રીતે કર્યું છે. કવિ લખે છે :
ઈસરનઉ રૂપ ચીતર્યઉ રે, અહિ આશ્રણ રુંડમાલ રે, ચંદ્રકલા ગંગા સિરઈ રે, વૃષભ વાહન કઠે માળ રે; રૂપ બ્રહ્મા તણી ચીતર્યઉં રે ચતુર્મુખ બૂઢઉ ટાલ રે, હાથ કમંડલ જલ ભર્યઉ રે, જનોઈ જય માલ રે. મુગલ કાબિલી સુધા ચીતર્યા રે, મુખ રાતા ચૂચી અખિ રે માથી મોટા પાઘડ ટ્રંમણા રે, તે જાણઈ તીર નાખિ રે રૂ૫ ફિરંગી કીધા કૂટ રે, મોડઈ માથઈ ચેપ રે, ઢીલા પહિરઈ સૂથણ કોથલા રે, છેડ્યા કરઈ વહુ કોપ રે હબસી ચીતર્યા કાલા અતિ ઘણું ૨, પાંડુર વરણ પઠાણ રે
ગરઢા કાજી ચીતર્યા રે વાંચતા કતબ કુરાણ રે.' અહીં કવિએ ચિતાર પાસે જે વિવિધ ચિત્રો, આકૃતિઓ, પ્રસંગોનું આલેખન કરાવ્યું છે તેમાં કાલવ્યતિક્રમનો દોષ જણાય છે. અહીં મૃગાવતીનો સમય તે ભગવાન મહાવીરનો સમય છે એટલે કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંનો સમય છે, જે સમયે ભારતમાં હજુ મોગલો, કાબુલીઓ, ફિરંગીઓ, હબસીઓનો પ્રવેશ થયો નહોતો. કવિએ અહીં પોતાના સમયમાં જોવા મળતી આ બધી જાતિઓનો નિર્દેશ કર્યો છે જેમાં વસ્તુતઃ કાલવ્યતિક્રમનો દોષ જણાય છે. અલબત્ત, કવિના બચાવપક્ષે જો કહેવું હોય તો એમ કહી શકાય કે આ નિપુણ ચિતારાને દેવી પ્રસાદને કારણે એવી શક્તિ સાંપડી હતી કે જેને લીધે ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પણ તે આલેખી શકતો હતો, એથી મોગલ, ફિરંગીઓ વગેરેનો કવિએ કરેલો નિર્દેશ અયોગ્ય નથી. અલબત્ત, આ પ્રકારનો બચાવ બહુ સામર્થ્યવાળો ન ગણી શકાય.
કવિ સમયસુંદર જેમ ઉપમાદિ અર્થાલંકારો સહજ રીતે પ્રયોજી શકે છે તેમ પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકારો પણ સહજ રીતે પ્રયોજી શકે છે. રાસની રચનામાં અંત્યાનુપ્રાસ ઘણો મહત્ત્વનો છે, અને આ રાસની પ્રત્યેક કડીમાં કવિએ અંત્યાનુપ્રાસની સહજ સંકલના કરી છે. કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે અને તેથી તેમની શબ્દાલંકારયુક્ત પંક્તિઓમાં ક્યાંય આયાસ દેખાતો નથી. શબ્દાલંકારમાં પણ કવિ એકના એક શબ્દો જવલ્લે જ પ્રયોજે છે, એટલું જ નહિ, કવિ કેટલીક વખત તો શબ્દોને યથેચ્છ રમાડતા હોય તેવું પણ જોવા મળે છે. પ્રથમ ખંડની નવમી ઢાલમાં કવિએ કેટલીક કડીઓમાં અનુનાસિકનો ઉપયોગ કરીને અંત્યાનુપ્રાસને કેવો મધુર કર્ણપ્રિય બનાવ્યો છે ! એમાંની થોડીક પંક્તિઓ જુઓ :
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org