________________
કુયલી બાંહ કલાવિહા રે, કમલ સુકોમલ હાથ રે રિદ્ધિ અનઈ સિદ્ધિ દેવતા રે લાલ, નિત્ય વસઈ બે સાથ રે. હૃદય કમલ અતિ રુડું રે, ધર્મબુદ્ધિ આવાસ રે
કટિ લંક જીત કેસરી રે લાલ, સેવઈ નિત વનવાસ રે. મૃગાવતીનું જ્યારે ભારેડ પક્ષીએ અપહરણ કર્યું ત્યારે મૃગાવતી જે વ્યથા અનુભવે છે અને વિલાપ કરે છે તેનું વર્ણન કરતાં કવિએ મૃગાવતીના મુખમાં મૂકેલા શબ્દો ‘નળાખ્યાનની દમયંતીના વિલાપનું સ્મરણ કરાવે છે :
કરઈ રે વિલાપ મૃગાવતી, રાય, કો છોડાવાઈ હું જીવન પ્રાણ સમી હુતી રાય. ભારંડ પંખી હું અપહરી ચય, ચરણ બિહુ મહિ લે ધરી; નખ પ્રહાર બહુ વેદના રાય, વિરહ વ્યથા બે વેદના: કુટુંબ થકી હું વીછુડી રાય, હું અબલા સંકટ પડી, સીહમુખઈ પડી મિરગલી રાય, સીચાઈ મુખ ચિડકલી
મંજાર મુખિ છછુંદરી રાય, સાપ મુખઈ મુહિ ઉંદરી. મૃગાવતી રાણીની ભાળ લાગ્યા પછી શતાનીક રાજા પોતાની રાણી અને પુત્ર સાથે જ્યારે નગરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પ્રસંગને નગરના લોકો ઉત્સવ તરીકે મનાવે છે. એ ઉત્સવનું સુંદર વિગતપ્રચુર વર્ણન કવિ પ્રથમ ખંડની છેલ્લી ઢાલમાં કરે છે. કવિ લખે છે : વાગા જાગી ઢોલ, હેખિ, વાગા જાગી ઢોલ
આયઉ કોસંબી કેરઉ રાજી ઉ; વાગા ભુગલ ભે,િ હે સખિ, વાગા ભુગલ ભેરિ
નાદઈ જાણે કરિ અંબર ગાજી ઉ; વાગા વેણિ મૃદંગ, હે સખિ, વાગા વેણિ મૃગ
સંખ તણા વદિ સબદ સુહામણા. વાગા તાલા કંસાલ, હે સખિ, વાગરા તાલા કસાલ
ધરિ ધરિ ઉચ્છવ રંગ વધામણા; સિણગાય સવિ હાટ, હે સખિ, સિણગાય
લાલ પટેબર અંબર છાયા; બાંધ્યાં તોરણ બારિ હે સખિ, બાંધ્યા
સઘલી ગલીએ ફૂલ વિછાયા; પાખરિયા પાટઉડ હે સખિ, પાખરિયા
- તાજા તુરંગમ તેજી હીંસતા મદ ઝરતા માતંગ હે સખિ, મદ ઝરતા
ઉચા જાણે હરિ પરબત દીસતા. ૯૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org