________________
નિર્વાણપ્રાપ્તિના પ્રસંગથી કથાનું સમાપન થાય છે તેમ અહીં પણ મૃગાવતીના નિર્વાણના પ્રસંગ સાથે કથાનું સમાપન થાય છે.
કવિ સમયસુંદર પોતાની રાસકૃતિઓમાં માત્ર કથાકાર તરીકે જ નહીં પણ એક કુશળ સિદ્ધહસ્ત કવિ તરીકે કથાપ્રસંગોનું નિરૂપણ કરે છે, અને તેમાં જ્યાં
જ્યાં અવકાશ મળે ત્યાં ત્યાં પોતાના આલેખનને રસિક બનાવે છે. નગરનું વર્ણન હોય, ઉત્સવનું વર્ણન હોય, નાયક કે નાયિકાનું વર્ણન હોય કે સુખદુઃખના પ્રસંગોનું વર્ણન હોય, તેમાં કવિ પોતાની કલ્પનાના રંગો પૂર્યા વગર રહી શકતા નથી. શતાનીક રાજા અને કૌશામ્બી નગરીનું વર્ણન કરતાં કવિ લખે છે :
તિણ દેસ કોસંબી પુરી, જાણે ઈન્દ્રપુરી અવતરી; વિબુધ લોક ગુરુનઈ ઘઈ માન, જય સોભિત બહુ સુખ સંતાન. જમુના નદી વહઈ જસુ પાસિ, જાણિ જલધિ મુંકી (ક) હઈ તાસ રતન માહરા લીધા મથી, ઘઉ મુજ તુજઝ અમૂરતિ નથી. પ્રાસાદ સંગ ઉપર પૂતલી, કમલ નેત્ર નઈ કટિ પાતલી
જાણિ નગર રિધિ જોવા ભણી અમર સુંદરી આવી ઘણી. રાસની નાયિકા મૃગાવતીનું શબ્દચિત્ર કવિએ એક પછી એક એમ બારેક કડીમાં સુંદર, મનોહર દોર્યું છે! વસ્તુત: કવિએ એ માટે એક આખી ઢાલ પ્રથમ ખંડની બીજી ઢાલ) યોજી છે, એટલું જ નહીં એ ઢાલનું નામ પણ “નાયકાની ઢાલ’ એવું પ્રયોજ્યું છે. મૃગાવતીના વર્ણનમાં કવિએ જે ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે તે જુઓ :
સ્પામ વેણી દંડ સોબતઉ રે, ઉપર રાખડિ ઓપ રે મૃગાવતી અહિ રૂપ દેખણ આવિયઉ રે લાલ, મસ્તકિ મણિ આટોપ રે, બિંદું ગમા ગુંથી મીઢલી રે, બાંધ્યઉ તિમર મિથ્યાત રે, મુગાવતી, વિચિ સમથઉ સિંદરીયઉ રે લાલ, પ્રગટ્યઉ ધરમ પ્રભાત રે. સતિ દલ ભાલિ જીતી થકલે રે, સેવઈ ઈસર દેવ રે મૃગાવતી, ગંગા નદિ તપસ્યા કરઈ રે લાલ, ચિંતાતુર નિતમેવ રે મૃગાવતી નયન કમલની પાંખડી રે અણિઆલી અનુરૂપ રે હઠિ વધતી હટકી રહી રે લાલ, દેખિ શ્રવણ દો કૂપ રે નિરમલ ત્રીખી નાસિકા રે, જાણે દીવા ધાર રે, કાલિમા કિહાં દીસઈ નહીં રે લાલ, ન બલઈ સ્નેહ લગાર રે. મુખ પૂનિમ કઉ ચંદલઉ રે, વાણી અમૃત સમાન રે કલંક દોષ દૂરિ ટલ્યઉ રે લાલ, સીલ તણી પરભારિ રે કિંઠ કોકિલથી ૨ઉ રે, તે તઉ એક વસંત રે એ બારે માસ સરિખી રે લાલ, રૂપઈ ફેર અનંત રે. કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org