________________
પણ તેમણે રાસમાં કર્યો છે. જુઓ :
સિંધૂ શ્રાવક સદા સોભાગી ગુરુ ગચ્છકા બહુ રાગી બે, જાણ શ્રાવક તે જેસલમેર મરમ લહઈ ધમ કેર બે. કરમચંદ રીહડ જાણીતા સાહે સદા વદીતા બે.
તસુ આગ્રહ કરિ એ ગ્રંથ કીધા, નામ મોહણવેલ દીધા છે. કવિએ આ કૃતિની રચના કરીને એને “મોહનવેલ એવું અપહરનામ પણ આપ્યું છે. આ રાસની રચના કરતાં પહેલાં કવિએ બીજી કેટલીક રાસ-કૃતિઓની પણ રચના કરી છે, જેમાંથી સાંબપ્રદ્યુમ્ન રાસ’ અને ‘ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ'નો નિર્દેશ કવિએ પોતે આ રાસના આરંભમાં જ કર્યો છે. આ પરથી જોઈ શકાય છે કે આ રાકૃતિના સર્જન માટે કવિ સિદ્ધહસ્ત બની ચૂક્યા હતા.
કવિવર સમયસુંદરે આ રાસની રચના ત્રણ ખંડમાં, ઢાલ અને દુહામાં કરી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાલ, દ્વિતીય ખંડમાં ૧૩ ઢાલ અને તૃતીય ખંડમાં ૧૨ ઢાલ કવિએ પ્રયોજી છે.
આ રાસનાં કથા-વસ્તુ માટે મૃગાવતીનું જૈનોમાં સુપ્રસિદ્ધ ઐતિહાસિક ચરિત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં શતાનીક રાજાનાં રાણી હતાં. ભગવાન મહાવીર પાસે એ દીક્ષા લઈ સાધ્વી થયાં છે. ભગવાન એમને પ્રવર્તિની ચંદનબાલાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કારણ ચંદનબાળા તરફથી ઠપકો મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાનાં ગુરણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે અને એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરણી ચંદનબાલા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે.
મૃગાવતી ચેટક રાજાની દીકરી હતાં. શતાનીક રાજા સાથે એમનાં લગ્ન થયાં હતાં. લગ્ન પછી સગર્ભાવસ્થામાં વિચિત્ર દોહદને કારણે એમને વિયોગનું કેટલું દુઃખ સહન કરવું પડે છે ! વનમાં પુત્ર ઉદયનકુમારને જન્મ આપે છે અને કેટલાંક વર્ષ પછી શતાનીક સાથે એમનો મેળાપ થાય છે. એની ઘટના રસિક છે. એક ચિતારા ઉપર વહેમ આવતાં શતાનીક ચિતારાને કેવી સજા કરે છે અને વેર લેવા ચિતારો ચંડપ્રદ્યોત રાજાને કેવી રીતે ઉશકેરે છે અને પરિણામે કેવી કેવી ઘટનાઓ બને છે તેનું પણ રસિક આલેખન આ રાસમાં કવિએ કર્યું છે.
રાસના ત્રીજા ખંડમાં મૃગાવતીની દીક્ષાનું, એમને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનું અને નિર્વાણનું વર્ણન છે. સામાન્ય રીતે જૈન કથાઓમાં કથાનાયક કે કથાનાયિકાના
૯૬ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org