________________
કરેલું મિશ્રણ પણ જુઓ :
भलूं आज मेट्यु, प्रभो पादपद्मं । फली आस मोरी, नितान्त विपद्यम् ॥ गयूं दु:ख नासी, पुन: सौम्यदृष्ट्या ।
थयुं सुख आबूं यथा मेघवृष्ट्या ॥ રાગિણી ઉપરાંત તત્કાલીન લોકપ્રિય દેશીઓનો પણ એમણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એમણે પોતે પણ કેટલાક નવા ઢાળો પ્રચલિત કર્યા હતા. આનંદઘનજી, ઋષભદાસ, નયસુંદર વગેરે કવિઓએ સમયસુંદરની કેટલીક દેશીઓનો અને ધ્રુવપંક્તિઓનો ઉપયોગ કર્યો છે એ પરથી તે પ્રતીત થાય છે.
સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સં. ૧૬૭૦માં રચેલા કુમારપાલ રાસ'માં સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છે :
સુસાધુ હંસો સમયો સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ
એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ મુરખ બાલ. જે સમયે સમયસુંદરનું સાહિત્ય હજુ સર્જાઈ રહ્યું હતું તે સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે સમયસુંદરે એમના પોતાના સમયમાં જ કવિ તરીકે ઘણી મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી.
સમયસુંદર એમના યુગના અસાધારણ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, ઉચ્ચતમ કવિ અને તે સ્વી સાધુ હતા.
(૨) મૃગાવતીચરિત્ર ચોપાઈ કવિવર સમયસુંદર ૧૭મા સૈકાના એક સમર્થ રાસકવિ છે. તેમણે જે ભિન્નભિન્ન રાકૃતિઓની રચના કરી છે તેમાં મૃગાવતીચરિત્ર ચોપાઈ' એ પણ
એક અત્યંત મહત્ત્વની કૃતિ છે. આ કૃતિની રચના કવિએ સં. ૧૬૬૮માં સિંધમાં મુલતાનનગરમાં કરી હતી. કવિએ પોતે રાસની અંતિમ ઢાળમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તે સમયે મુલતાનનગરમાં બે ભવ્ય જિનાલયો હતાં. તેમાં એકમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનાં અને બીજામાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી બિરાજમાન હતાં. કવિ લખે છે :
સિહર બડા મુલતાણ વિસેષા, કાન સુયા અબ દેખ્યા છે,
સુમતિનાથ શ્રીપાસ જિગંદા મૂળનાયક સુખકંધ . એ સમયે સિંધનું મુલતાનનગર ઘણું સુપ્રસિદ્ધ હતું. ત્યાં જૈનોની વસતિ પણ સારા પ્રમાણમાં હોવી જોઈએ. તે સમયે ત્યાં વસતા એક શ્રેષ્ઠી જેસલમેરા શ્રાવક, કરમચંદ રહડના આગ્રહથી કવિએ પોતે આ રાસની રચના કરી છે એવો નિર્દેશ
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org