________________
એ જેમ અઘરું છે તેમ સમયસુંદરનાં ગીતોનો પાર પામવો એ પણ અઘરું છે એમ કહેવાતું. એમાંનાં કેટલાંક ગીતો, સક્ઝાયો, સ્તવનો વગેરે તો અત્યાર સુધી જૈન લોકોમાં પ્રચલિત રહ્યાં છે.
સમયસુંદરની વિદ્વત્તાની અને બહુશ્રુતતાની પ્રતીતિ એમના અનેકાર્થગ્રંથો અને ટીકાગ્રંથો પરથી થાય છે. એમનો “અષ્ટલક્ષી* ગ્રંથ અને કાર્ય સાહિત્યમાં અદ્વિતીય છે. એમ કહેવાય છે કે એક વખત સમ્રાટ અકબરની વિદ્યાસભામાં કોઈકે જૈન આગમો વિશે કટાક્ષમાં કહ્યું : ““ઉસ કુતરૂ મન મો'' એટલે કે એક સૂત્રના અનંત અર્થ થાય છે. આ કટાક્ષનોત જવાબ આપવા માટે સમયસુંદરે અકબર બાદશાહ પાસેથી થોડો સમય માગ્યો અને “સનાનો તે સૌદ્યમ્' એ આઠ અક્ષરોના આઠ લાખ અર્થ કરીને “અર્થરત્નાવલી' નામના ગ્રંથની રચના કરી અને સં. ૧૬૪૯ના શ્રાવણ સુદ ૧૩ની સાંજે કારમીરવિજય માટે અકબરે જ્યારે શ્રીરાજ શ્રી રામદાસની વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો ત્યારે રાજાઓ, સામન્તો અને વિદ્વાનોની સભા સમક્ષ સમયસુંદરે આ ગ્રંથ અકબર બાદશાહને એ વાટિકામાં વાંચી સંભળાવ્યો અને બતાવી આપ્યું કે પોતાના જેવો એક સામાન્ય માણસ પણ જો એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે તો સર્વજ્ઞની વાણીના અનંત અર્થ થાય એમાં નવાઈ શી? સમયસુંદરની આ કૃતિથી અકબર બાદશાહ તથા બીજા રાજાઓ, સામંતો અને વિદ્વાનો ખૂબ પ્રભાવિત થયા. અકબરે પોતે એ ગ્રંથને પ્રમાણભૂત કરાવી સમયસુંદરના હાથમાં મૂક્યો. પાછળથી આ ગ્રંથનું નામ સમયસુંદરે “અષ્ટલક્ષી રાખ્યું હતું.
સમયસુંદરને ઘણી ભાષાઓ આવડતી હતી. તેઓ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર હિંદ, સિંધ અને પંજાબમાં ફરેલા હતા. એટલે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી, મારવાડી, હિંદી, સિંધી અને પંજાબી ભાષા પર એમણે સારું પ્રભુત્વ મેળવ્યું હતું. મુસલમાનોના સંપર્કને લીધે ફારસી ભાષાનો પરિચય પણ તેમણે હસ્તગત કરી લીધો હતો. એમનું તે ભાષાઓ ઉપર પ્રભુત્વ એવું હતું કે તેઓ એ બધી ભાષામાં કવિતા લખવાની પણ શક્તિ ધરાવતા હતા. સિંધી અને પંજાબી ભાષા કરતાં ગુજરાતી, મારવાડી અને હિંદી ભાષામાં તેમણે વધારે કૃતિઓ લખી છે. કેટલીક કૃતિઓમાં પ્રયોગ ખાતર તેમણે સંસ્કૃત અને પ્રાકૃત, ગુજરાતી અને સંસ્કૃત, ગુજરાતી અને સિંધી ભાષાનું મિશ્રણ કર્યું છે. મૃગાવતી ચોપાઈના ત્રીજા ખંડની નવમી ઢાલ એમણે સિંધી ભાષામાં લખી છે. અડધું ચરણ ગુજરાતી અને અડધું સંસ્કૃતનું તેમણે * આ ગ્રંથનું સંપાદન પો. હીરાલાલ કાપડિયાએ કર્યું છે. એ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી “અનેકાર્થરત્નમંજૂષા'ના નામે ૧૯૩૩માં પ્રગટ થયો છે.
૪ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org