________________
એમ લાગતું નથી, અથવા જો કંઈ સર્જન કર્યું હોય તો તે ઉપલબ્ધ નથી. ગુજરાતીમાં એમની મોટી કૃતિઓ વહેલામાં વહેલી સં. ૧૬ ૫૮ની આસપાસ રચાયેલી મળી આવે છે. એમણે સાંબપ્રદ્યુમ્નરાસ (સં. ૧૬ ૫૯), ચાર પ્રત્યેકનો બુદ્ધ-રાસ (સં. ૧૬૬૫), મૃગાવતી રાસ (સં. ૧૬૬ ૮), સિંહલસુતપ્રિયમેલક રાસ (સં. ૧૬ ૭૨), પુસાર રાસ (રાં. ૧૬૭૩), નલદવદંતીરાસ (સં. ૧૬૭૩), સીતારામ ચોપાઈ (સં. ૧૬ ૭૭ ?), વલક્લચીરી રાસ (સં. ૧૬ ૮૧), વસ્તુપાલ-તેજપાલરાસ (સં.૧૬ ૮૨), શત્રુંજયરાસ (સં. ૧૬ ૮૩), બાવ્રતરાસ (સં. ૧૬ ૮૫), થાવરચ્ચા ચોપાઈ સં. ૧૬૯૧), ક્ષુલ્લકકુમાર રાસ (સં. ૧૬૯૪), ચંપક શ્રેષ્ઠી ચોપાઈ (સં. ૧૬૯૫), ગૌતમપૃચ્છા ચોપાઈ (સં. ૧૬૯૫), ધનદત્તચોપાઈ (સં. ૧૬૯૫), પુજાઋષિ રાસ (સં. ૧૬૯૮). દ્રૌપદી ચોપાઈ (સં. ૧૭૦૦) વગેરે રાસ અથવા ચોપાઈ લખ્યાં છે. રાસ અને ચોપાઈ એ બે શબ્દો ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાતા હોવાથી એમણે. કોઈક કૃતિને રાસ તરીકે ઓળખાવી હોય છે, તો કોઈક કૃતિને ચોપાઈ તરીકે ઓળખાવી હોય છે. એમણે વીસ કરતાં વધુ રાસ લખ્યા છે. એમાં વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લકકુમાર રાસ, પંજાઋષિનો રાસ વગેરે કેટલાક રાસ સો-સવાસો પંક્તિના નાના કદના છે, તો કેટલાક હજાર-બે હજાર પંક્તિના મોટા કદના રાસ પણ છે. તેમાં “સીતારામ ચોપાઈ નામનો રાસ મોટામાં મોટો છે. જે નવખંડમાં લગભગ ૩,૭૦૦ પંક્તિમાં લખાયેલો છે.
સર્જનાત્મક સાહિત્યમાં સમયસુંદરે રાસ અને ગીતમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ મેળવી છે. ભાષાની સુકુમારતા, વર્ણનોની તાદશતા અને આલેખનની સચોટતા સાથે એમણે રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉચ્ચ કાવ્યપ્રતિભા પ્રસંગે પ્રસંગે ઝળકી ઊઠે છે. “સીતારામ ચોપાઈ' અને દ્રૌપદી ચોપાઈ' જેવા એમના રાસ તો મહાકાવ્યની કોટિ સુધી પહોંચે એ પ્રકારના થયેલા છે.
સમયસુંદરે લખેલાં ગીતોની સંખ્યા હજાર કરતાંયે વધારે છે. જુદે જુદે સમયે, જુદે જુદે સ્થળે લખેલી આ નાનીનાની રચનાઓ બધી જ હજુ એકત્રિત થઈ શકી નથી. જે મળે છે એમાં કેટલીક તો સમયસુંદરના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી મળે છે. ગીતોમાં પણ એમણે ભાસ, સ્તવન, સોહલા, ચંદ્રવલા પર્વગીત, મહિમાગીત, વધાઈ વગેરે ઘણા પ્રકારો ખેડ્યા છે. ગીતોમાં લયવૈવિધ્ય, શબ્દમાધુર્ય, અભિનવ પ્રાસસંકલના, ભિન્નભિન્ન રાગરાગિણી અને લોકપ્રિય ઢાળો તથા કવિની ઉત્કટ સંવેદનશીલતાની આપણને પ્રતીતિ થાય છે. કવિનાં ગીતોનું વૈવિધ્ય એટલું અપાર છે કે “સમયસુંદરનાં ગીતડાં, ભીંતો પરના ચીતરાં એવી લોકોક્તિ પ્રચલિત થયેલી. કુંભારાણાએ બંધાવેલાં બેનમૂન મંદિરો અને મકાનોનાં શિલ્પ-સ્થાપત્યનો પાર પામવો.
કવિવર સમયસુંદર અને એમની બે રાકૃતિઓ
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org