________________
પામ્યા. એમના એક પ્રશિષ્ય કવિ રાજસોમે એમના અવસાનનો ઉલ્લેખ એમને અંજલિ આપતા એક ગીતમાં કર્યો છે :
અણસણ કરી અણગાર, સંવત સત્તર હો સમ બી.ડોત્તરે
અહમદાવાદ મઝાર, પરલોક પહુતા હો ચૈત્ર સુદિ તેરસે” આમ સમયસુંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું. કદાચ બે-ત્રણ વર્ષ વધારે હશે, પણ ઓછાં નહિ. અવસાનનાં ત્રણેક વર્ષ પહેલાં એમણે દ્રૌપદી ચોપાઈ જેવા સુદીર્ઘ કાવ્યની રચના કરી હતી, એ બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ એમણે લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
સમયસુંદરની સાહિત્યસેવા વિપુલ તથા ઉચ્ચકોટિની છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં કૃતિઓની રચના કરી છે. તેમણે વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય, જ્યોતિષ શાસ્ત્રચર્યા, સિદ્ધાંતચર્યા, અનેકાર્થ સાહિત્ય, ઇતિહાસ, પ્રબંધુ, રાસ, ચોપાઈ, સંવાદ, બાલાવબોધ, ચોવીસી-છત્રીસી, સ્તવન, સક્ઝાય, ગીત વગેરે તે સમયના સાહિત્યપ્રકારો ઠીકઠીક પ્રમાણમાં ખેડ્યા છે. ગીત, સઝાય, સ્તવનાદિ સેંકડો નાની નાની કૃતિઓ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં લગભગ વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક મોટી કૃતિઓ લખેલી છે. અલબત્ત, આ બધું જ સાહિત્ય એકસરખી ઉચ્ચ કક્ષાનું તો ન જ હોઈ સકે. તેમ છતાં એમણે જે સાહિત્યનું સર્જન કર્યું છે તે જોતાં એક વિદ્વાન અને સમર્થ પંડિત તરીકે અને ઉચ્ચ કક્ષાના એક સાહિત્યકાર તરીકે તો એમની પ્રતીતિ અવશ્ય થાય છે જ.
સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક(સં.૧૬૪૧), રૂપકમાલા અવચૂરિ (સં.૧૬ ૬૩), કાલિકાચાર્યકથા (સં. ૧૬૬૬), સમાચારશતક (સં. ૧૬ ૭૨), વિશેષશતક (સં.૧૬ ૭૨), વિચારશતક (સં.૧૬ ૭૬), વિસંવાદશતક (સં.૧૬૮૫), વિશેષસંગ્રહ (સં. ૧૬૮૫), ગાથાસહસ્ત્રી (સં. ૧૬ ૮૬), જયતિહુયણવૃત્તિ (સં. ૧૬ ૮૭), દશવૈકાલિકટીકા (સં. ૧૬૯૧), રઘુવંશટીકા (સં. ૧૬૯૨), વૃત્તરત્નાકરવૃત્તિ સં. ૧૬૯૪) અને બીજી કેટલીક નાનીમોટી કૃતિઓની રચના કરી છે. કવિની આ પ્રવૃત્તિ એમના સમય સર્વજકાળમાં વિસ્તરેલી હતી એ તે કૃતિઓની રચનાતાલ પરથી જોઈ શકાય છે.
ગુજરાતી ભાષામાં સમયસુંદરે વિશેષતઃ રાસ-ચોપાઈ, સ્તવન, સઝાય. ચોવીસી-છત્રીસી, ગીત વગેરે પ્રકારો ખેડ્યા છે, ગુજરાતીમાં પણ એમનું સર્જન અત્યંત વિપુલ છે અને એમને એક ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠા અપાવે છે. એમણે સં. ૧૬૪૧માં સંસ્કૃતમાં ભાવશતકની રચના કરી ત્યાર પછી લગભગ દોઢદાયકા સુધી એમણે મોટા ગ્રંથરૂપે ખાસ કંઈ વિશિષ્ટ સર્જન કર્યું હોય
૯૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org