SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દુકાળને કારણે સાધુઓમાં આવેલા આવા અનાચરણથી કવિને ઘણું દુઃખ થયું. સાધુજીવનમાં એક વખત પ્રવેશેલી શિથિલતા ચાલુ રહે કે વધે નહિ એ માટે એમણે પોતે મન મક્કમ કર્યું અને સં. ૧૬૯૧માં એમણે “ક્રિયોદ્ધાર કરી પોતાનું સાધુજીવન પરિશુદ્ધ કર્યું. સમયસુંદરના ઉત્તરાવસ્થાના માનસિક પરિતાપનું બીજું કારણ એમના શિષ્યો હતા. સત્યાસીના દુકાળ વખતે એમના કેટલાક શિષ્યો એમનાથી વિમુખ બની ગયા હતા. કેટલાક તેમને છોડીને ચાલ્યા ગયા હતા. શિષ્યોમાં પણ અંદર અંદર કલહ થવા લાગ્યો હતો. પોતાની લગભગ એંસી વર્ષ જેટલી ઉંમર થવાને લીધે દરેક વાતે તેમને પોતાના શિષ્યો પર આધાર રાખવો પડતો. જે શિષ્યોને તૈયાર કરવામાં એમણે અસાધારણ ભોગ આપ્યો હતો તે જ શિષ્યો હવે એમની આજ્ઞાનું પાલન રાજીખુશીથી કરવા તૈયાર નહોતા. અને કવિને પાકટ ઉંમર અને જર્જરિત દેહને કારણે લાચારીથી શિષ્યો કહે તેમ કરવું પડતું હતું. સમયસુંદરનું આ માનસિક દુઃખ જેવુંતેવું નહોતું. એમણે પોતે એક કાવ્યમાં પોતાનું આ દુઃખ નિખાલસપણે વર્ણવ્યું સમયસુંદરને પોતાની વૃદ્ધાવસ્થાને લીધે તથા શારીરિક નબળાઈને લીધે હવે વધારે વિહાર કે સ્થળાંતર કરવાનું ફાવે તેમ નહોતું. તેઓ તે સમયે ગુજરાતમાં વિહાર કરતા હતા. સં. ૧૬૯૬ થી તેઓ અમદાવાદમાં સ્થિર થઈ ગયા, આ સમય દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. પણ હવે તે કંઈક મંદ પડી ગઈ હતી. સં. ૧૭૦૦માં દ્રૌપદી ચોપાઈની રચના કર્યા પછી છેલ્લાં ત્રણેક વર્ષમાં તેમણે કોઈ મોટી કૃતિની રચના કરી નથી. લગભગ જીવનના અંત સુધી આત્મકલ્યાણ અને સાહિત્યની ઉપાસના કરતાં કરતાં પોતાનો અંતસમય સમીપ જણાતાં અનશન કરીને સં.૧૭૦૩ના ચૈત્ર સુદી તેરસને દિવસે, મહાવીર જયંતીને દિવસે તેઓ કાળધર્મ * ચેલા નહીં દઉ મ કરઉ ચિંતા દિસઈ ઘણે ચેલે પણિ દુઃખ સંતાન કરમિ હુઆ શિષ્ય બહુલા, પણિ સમયસુંદર ન પાયઉ સુખ જોડ ઘણી વિસ્તરી જગત મઈ, પ્રસિદ્ધ થઈ પાતસાહ પર્યત પણિ એકણિ વાત રહી અણુરતિ ન કિયઉ કિણ ચલઈ નિશ્ચન્ત - સમયસુંદર કવિવર સમયસુંદર અને એમની બે રાકૃતિઓ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy