________________
શિષ્યો હતા. વળી, એ શિષ્યોના પણ શિષ્યો સાથે એ સમુદાય એથીય વધારે વિશાળ બન્યો હતો. કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. કેટલાક શિષ્યોએ સમયસુંદરને ટીકા લખવામાં કે સંશોધન કરવામાં સહાય પણ કરેલી. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા. એમણે નાનામોટા બારેક ગ્રંથોની રચના, બહુધા સંસ્કૃતમાં કરેલી છે. ૧૮ અધ્યાયમાં લખેલી મધ્યાહનવ્યાખ્યાનપદ્ધતિ' કે ચાર વિભાગમાં આપવામાં આવેલી સંખ્યાબંધ કથાઓને લીધે કથાકોષ જેવી બનેલી
ઋષિમંડળટીકા' એમની મહત્ત્વપૂર્ણ કૃતિઓ છે. સહજવિમલ, મેઘવિજય, મેઘકીર્તિ, મહિમાસમુદ્ર વગેરે શિષ્યોએ પણ કેટલીક વિદ્વત્તાપૂર્ણ કૃતિઓની રચના કરી છે.
સમયસુંદરે સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. દીક્ષા પછી નાની વયથી જ એમનું જીવન સંયમી અને તેજસ્વી બન્યું હતું. સાધુ તરીકે અને સાહિત્યકાર તરીકે એમણે એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પોતાના ચારિત્ર્યને તથા વ્યક્તિત્વને ખૂબ ખીલવ્યું. પોતાની વિદ્વત્તા, ગુણગ્રાહકતા અને ઉદારતાને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહિ, પણ સમગ્ર જૈન સમાજના સર્વમાન્ય સાધુ બની ગયા હતા. આમ છતાં, તેમને ઉત્તરાવસ્થાનાં છેલ્લાં થોડાંક વર્ષોમાં વૃદ્ધાવસ્થાની પરાધીનતાને લીધે માનસિક પરિતાપ વેઠવો પડ્યો હતો. એનું એક કારણ સં. ૧૬ ૮૭માં ગુજરાતમાં પડેલો ભયંકર દુકાળ હતો. આ કાળનું સમયસુંદરે પોતે “સત્યાસીયા દુકાળવર્ણન છત્રીસી'માં આબેહૂબ વર્ણન કરી, તત્કાલીન પરિસ્થિતિનો સાચો ચિતાર આપી, એથી પોતાના જીવન પર પડેલી અસર પણ બતાવી છે. અન્નને ખાતર, પાપી પેટને ખાતર માણસને સગાઈ, શરમ અને ધર્મનો પણ ત્યાગ કરાવે એવી એ સમયની પરિસ્થિતિ હતી. પતિ પત્નીને મૂકીને ખાય, પત્ની પતિને મૂકીને ખાવ, માતા પોતે ખાય પણ પુત્રને ન આપે, અને પુત્ર માતા વિના એકલો ખાય એવી તે સમયની સ્થિતિ હતી. અન્ન વિના ટળવળી મરેલા માણસોના મૃતદેહો ઘેર ઘેર પડ્યા હતા. એવે વખતે સાધુઓની સ્થિતિ ઘણી જ કફોડી થઈ ગઈ હતી. પહેલાં જે લોકો ખૂબ ભક્તિભાવ અને આગ્રહપૂર્વક સાધુઓને પોતાને ઘેર અન્ન વહોરવા લઈ જતા હતા, તે હવે પાંચ-છ ધક્કા ખાવા છતાં કશું આપતા નહિ. જ્યાં માણસો સાધુને જોઈને જ બારણું બંધ કરી દેતા, ત્યાં અન્ન વહોરાવવાની તો વાત જ ક્યાંથી ? આવા દુકાળમાં સાધુઓ પોતાના ગ્રંથો, પાત્ર અને વસ્ત્ર વેચીને પણ ખાવાનું મેળવે એવી પરિસ્થિતિ સાધારણ બની ગઈ હતી. અલબત્ત, સાધુઓ માટે એ અનાવરણ જ કહેવાય, તેમ છતાં એકમાત્ર જીવવાની ઈચ્છાને કારણે કેટલાય સાધુઓ એ પ્રમાણે આચરણ કરતા થઈ ગયા હતા, અને સમયસુંદર પણ પોતાના કેટલાક શિષ્યોને તેમ કરતાં અટકાવી શક્યા નહિ.
© સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org