________________
જુદા જુદા પ્રદેશોમાં ફરવાને લીધે તેમણે તે તે પ્રદેશની ભાષા પર સારો કાબૂ મેળવી લીધો હતો. વળી, તેમનામાં પોતાના ગચ્છની કે ધર્મની સંકુચિતતા બિલકુલ નહોતી. એથી એમના ઉપદેશની અનેક લોકોના જીવનમાં સારી અસર થઈ હતી. એમના તેજસ્વી જીવનનો પ્રભાવ હિંદુ અને મુસલમાન અધિકારી વર્ગ ઉપર પણ ઘણો સારો પડ્યો હતો. એમના કેટલાક શિષ્યો નોંધે છે તે પ્રમાણે તેમણે અહિંસાનો કેટલેક સ્થળે અસરકારક પ્રચાર કરી પ્રાણીહિંસા અટકાવી હતી. તેઓ જ્યારે સિંધમાં હતા ત્યારે ત્યાંનો અધિકારી મખનમ મુહમ્મદ શેખ કાજી તેમની પવિત્ર વાણીથી મુગ્ધ અને પ્રભાવિત થયો હતો. સમયસુંદરના ઉપદેશથી એણે આખાય સિંધ પ્રાંતમાં ગૌવધની, પંચનદીમાં જલચરની અને અન્ય પ્રાણીઓની હિંસા ન કરવા માટે અભયની ઉદ્દઘોષણા કરી હતી. એવી જ રીતે, જેસલમેર કે જ્યાં સાંઢનો વધ થતો હતો ત્યાં એમણે એના અધિપતિ રાવલ ભીમજીને સદુપદેશ આપી વધ બંધ કરાવ્યો હતો. મંડોવર અને મેડતાના અધિપતિઓને પણ એવી રીતે અહિંસાનો ઉપદેશ આપી તેમણે હિંસા અટકાવી હતી.*
સમયસુંદરનો શિષ્ય પરિવાર વિશાળ હતો. એમણે પોતે પોતાના ગ્રંથોની પ્રશસ્તિમાં કે પોતાના કેટલાક શિષ્યોના કરેલા ઉલ્લેખો પરથી અને બીજા કેટલાક ગ્રંથોમાં મળતા અન્ય ઉલ્લેખો પરથી માનવામાં આવે છે કે એમના લગભગ ૪૨.
* શીતપુર માંહે જિસ સમાવિયો,
મખન્મ મહમદ શેખોજી; જીવદયા પર પડહ ફેરાવિયો,
રાખી ચિહુંખંડ રેખોજી.
– કવિ દેવીદાસકૃત ગીત
સિદ્ધપુર માંહે શેખ મહમ્મદ મોટો હો,
જિણ પ્રતિબોધીયો, સિંધુ દેશ માંહે વિશેષ ગાયાં છોડાવી
હો તુરકે મારતી.
- રાજ સોમકૃત ગીત
સિંધુ વિહારે લાભ લિય ઘણો રે
રજી મખનૂમ શેખ પાંચતે નદિયાં જીવદયા ભરી રે,
રાખી ધેનુ વિશેષ'.
- હર્ષવદનકૃત ગીત ૮૯
કવિવર સમયસુંદર અને એમની બે ચસકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org