________________
પસુંદર
લિવંદણિકગચ્છના માણિક્યસુંદરના શિષ્ય પદ્મસુંદર ઉપાધ્યાય ઈ.સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે કેટલીક રાકૃતિઓની રચના કરેલી મળે છે. ઈ. સ. ૧૫૮૬થી ઈ. સ. ૧૫૯૧ સુધીનો એમનો રચનાકાળ, ઉપલબ્ધ કૃતિઓને આધારે, મનાય છે. એમણે “શ્રીસાર ચોપાઈ (ઈ. સ. ૧૫૮૬), ‘શ્રીપાલ ચોપાઈ' (ઈ. સ. ૧૫૮૮), “રત્નમાલા રાસ (ઈ. સ. ૧૫૮૮), કથાગૂડ ચોપાઈ (ઈ. સ. ૧૫૮૮), ઈશાનચંદ્ર વિજયા ચોપાઈ ઈ. સ. ૧૫૮૮) અને શ્રીદત ચોપાઈ' (ઈ. સ. ૧૫૮૮)ની રચના કરી છે. આ બધી કૃતિઓ એમણે તારંગાજી તીર્થની પાસે આવેલા ચાડા નામના ગામમાં કરી છે એવો તે દરેક કૃતિમાં નિર્દેશ છે. શ્રીસાર ચોપાઈની રચના કર્યા પછી બીજી પાંચે રાસકૃતિઓની રચના એમણે એક જ વર્ષમાં ઈ. સ. ૧૫૮૮માં કરી છે. એટલે આ કવિએ આ પછી પણ બીજી ઘણી કૃતિઓની રચના કરી હોવાનો સંભવ છે, જે કાં તો લુપ્ત થઈ હોય અથવા વણનોંધાયેલી ક્યાંક રહી હોય. ગુણવિનય
ખતરગચ્છના ક્ષેત્રશાખાના જયસોમ ઉપાધ્યાયના શિષ્ય કવિ ગુણવિનય સંસ્કૃતના વિદ્વાન પંડિત અને સમર્થ ીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ', “અંજનાસુંદરી પ્રબંધ', “ગુણસુંદરી ચોપાઈ', ‘ક્યવના ચોપાઈ', “ઋષિદત્તા ચોપાઈ', “જીવસ્વરૂપ ચોપાઈ', ‘નળ-દમયંતી પ્રબંધ', જંબૂરાસ’, ‘કલાવતી ચોપાઈ', પ્રશ્નોત્તર માલિકા', ધનાશાલિભદ્ર ચોપાઈ', “ભૂલદેવકુમાર ચોપાઈ', “અગડદત્ત રાસ', “લ્પકમતતમોદિનકર ચોપાઈ', “તપાએકાવન બોલ ચોપાઈ', રંજ જિનસ્તવન', “દુમુહ પ્રત્યેક બુદ્ધ ચોપાઈ', “ગુરુપટ્ટાવલી', બાત જોડી', “શત્રુંજય ચૈત્યપરિપાટી સ્તવન', અંચલમત સ્વરૂપ વર્ણન', ઈત્યાદિ એમની કૃતિઓ ઉપલબ્ધ છે. કવિએ ઘણીખરી કૃતિઓમાં પોતાની ગુરુ પરંપરા સુપ્રસિદ્ધ યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિથી જણાવી છે, અને ઘણીખરી કૃતિઓમાં એની રચનાસાલનો નિર્દેશ પણ કર્યો છે. ઈ. સ. ૧૫૯૦માં શત્રુંજય ચૈત્યપરિપાટી સ્તવનની રચના કરી ત્યારથી ઈ. સ. ૧૬ ૨૧માં લુપક-મત-તમો-દિનકર ચોપાઈની રચના કરી તેટલા ગાળામાં એકવીસ જેટલી ગુજરાતી અને બારેક જેટલી સંસ્કૃતમાં એમણે રચના કરી છે.
- ઈ. સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં આ ઉપરાંત બીજા સંખ્યાબંધ જૈન કવિઓએ રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સઝાય, પૂજા ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે, જેમાંની ઘણીખરી હજુ અપ્રસિદ્ધ રહી છે. એવી કૃતિઓમાંની કેટલીક
૬૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org