________________
રાજ ભોગવી દીક્ષા લે છે એ કથાનું અદ્ભુતરસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે.
માલદેવ
ઈ. સ.ના સોળમા સૈકાના અંતમાં માલદેવ નામના સમર્થ કવિ થઈ ગયા. વડગચ્છના પુણ્યપ્રભસૂરિના શિષ્ય ભાવદેવસૂરિના એ શિષ્ય હતા. કવિ ઋષભદાસે પોતાના પુરોગામી વિદ્વાન કવિઓના કરેલા નામોલ્લેખમાં માલદેવનો પણ નિર્દેશ છે. માલદેવે રાસ, ફાગુ, પ્રબંધ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. માલદેવ અને એમના ગુરુનો વિહાર સિંધ, પંજાબ અને રાજસ્થાનમાં વિશેષ રહેલો જણાય છે. માલદેવની કૃતિઓમાં અત્યારે ઉપલબ્ધ છે : (૧) પુરંદરકુમાર ચોપાઈ, (૨) ભોજપ્રબંધ (૩) વિક્રમચરિત્ર પંચદંડકથા, (૪) દેવદત્ત ચોપાઈ, (૫) અગ્નિથ ચોપાઈ, (૬) સુરસુંદરી ચોપાઈ, (૭) વીરાંગદ ચોપાઈ, (૮) માલદેવ શિક્ષા ચોપાઈ, (૯) સ્થૂલિભદ્ર ફાગ, (૧૦) રાજુલ-નેમિનાથ ધમાલ અને (૧૧) શીલબત્રીસી. આમાંની ઘણીખરી કૃતિઓ હજુ અપ્રસિદ્ધ રહી છે.
માલદેવની કૃતિઓ કદમાં મોટી છે. એની ભોજપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્ર પંચદંડકથા’ નામની કૃતિઓ તો લગભગ પંદરસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે અને દેવદત્ત ચોપાઈ’, ‘વીરાંગદ ચોપાઈ' ઇત્યાદિ કૃતિઓ પાંચસો કરતાં પણ વધુ કડીમાં લખાયેલી છે. માલદેવ પાસે કથા-નિરૂપણની સારી શક્તિ જણાય છે. વળી ઉપમા અને દૃષ્ટાંત તેઓ વારંવાર પ્રયોજે છે એટલે એમની વાણી પણ અલંકૃત બને છે. દુહા સોરઠામાં પ્રયોજેલી એમની કેટલીક પંક્તિઓ તો સુભાષિત જેવી બની ગઈ છે. જયરંગ કવિએ સં. ૧૭૨૧માં પોતાના ક્યવના રાસ'માં માલદેવની પંક્તિઓ ટાંકી છે, જે માલદેવની પંક્તિઓની લોકપ્રિયતા દર્શાવે છે. માલદેવની એ પ્રકારની પંક્તિઓનાં થોડાં ઉદાહરણો જુઓ :
પ્રીતિ નહિ જોબન વિના, ધન બિનુ નાહીં ઘાટ, માલ ધર્મ બિનુ સુખુ નહીં, ગુરુ બિનુ નાહીં વાટ. મુઓ સુત ખિણ ઇક દહે, વિનુ જાયો કુતિ તેઉ, દહે જન્મ લગુ મુઢ સુત, સૌ દુખ સહીઇ તેઉ. પુરંદરકુમાર ચોપાઈ)
ગુણસમુદ્ર સદ્ગુરુ વિના, શિષ્ય ન જાણઈ મર્મ,
બિનુ દીપકિ અંધાર મહિ, કરિ સક્રિય કિઉં કર્મ. વિક્રમચરિત પંચદંડકથા)
(ભોજપ્રબંધ)
વરત ભલી જઈ આપણી, ગ્રાહક તઉ ગુ હોઉં,
ખોટઉ નાણઉ આપઉ, તઉ તસ લઈ ન કોઈ. દેવદત્ત ચોપાઈ)
જૈન સાહિત્ય ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org