________________
સ્તવન, સક્ઝાય, પૂજા, ઈત્યાદિ પ્રકારની લઘુ કૃતિઓની રચના વિશેષ કરી છે. કવિ પોતે સંગીતના સારા જાણકાર હતા અને આ પ્રકારની લઘુકૃતિઓમાં સંગીતની જાણકારી વિશેષ જરૂરી હોય છે. કવિની ભાષામાં લયમાધુર્ય અને પ્રાસાદિકતા જોઈ શકાય છે. “એકવીસ પ્રકારી પૂજાને અંતે કળશની પંક્તિઓ જુઓ :
ગુણિયો થુણિયો રે, પ્રભુ ચિત અંતરમેં શુણિયો,
ત્રણ્ય ભુવનમાં નહીં તુજ તોલે. તે મેં મનમાં ધરિયો રે. વીર વર્ધમાન જિનવેલિમાં આરંભની આશાવરી રાગની પંક્તિઓ જુઓ :
નંદનકું તિસલા હુલાવંઈ પૂતઈ મોહ્યા ઇંદારે,
તુઝ ગુણ લાડકડાના ગાવતિ, સુરમરિનારિના વૃંદા રે. સકલચંદ્ર ઉપાધ્યાય સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતમાં પ્રતિષ્ઠાકલ્પ' નામની કૃતિની રચના કરી છે. એમની ગુજરાતી કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક એમણે સંસ્કૃતમાં શ્લોક રચીને મૂકેલા છે. સાધ્વીશ્રી હેમશ્રી
જૈન સાધુકવિઓએ ગુજરાતી ભાષામાં બારમાથી અઢારમા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુદ્રિત થઈ પ્રકાશમાં આવતાં પણ ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિઓ ખાસ જોવા મળતી નથી. ઈ. સ.ના સોળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે સાધ્વી શ્રી હેમશ્રીકૃત ‘કનકાવતી આખ્યાન'. વડતપગચ્છના ધન્યરત્નસૂરિના શિષ્ય સુપ્રસિદ્ધ કવિવર નયસુંદરની શિષ્યા તે સાધ્વી શ્રી હેમશ્રીએ ઈ. સ. ૧૫૮૮માં આ કૃતિની રચના કરેલી છે.
વૃધ તપાગચ્છ મંડન દિનકર, શ્રી ધનરત્ન સૂરીરાય, અમરરત્ન સૂરિ પાટપટોધર, ભાનુમેરુ શિષ્ય કહેવાય, ગુણગણધર મંડિત વઈરાગી, નયસુંદર રષિરાય, વાચક માંહિ મુખ્ય ભણીજઇ, તસ સિક્વતણી ગુણ ગાય, કથામાંહઈ કહઈ રસાલુ કનકાવતી સંબંધ,
કનકાવતી આખ્યાન રચઉ મઈ, સૂઅણાં સરસ સંબંધ. ૩૬ ૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવયિત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી કનકાવતીના વૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિદ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ કેવાં કેવાં સંકટો આવી પડે છે, એક રાજપુત્ર અજિતસેનનો એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે, અને અનેક વર્ષ
૬૪ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org