________________
પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ, વિક્રમપ્રબંધ અછઈ જે ઘણા. કહઈતા પાર નહીં ગુણા, ઈતિ ઉમાહુ અંગિસે ધરી ગુરુ કવિ સંત ચરણ અણસરી,
ગદ્યકથા રાસ ઉદ્ધર, રચિઉ પ્રબંધ વીરરસ સારઆ રાસની રચના કર્યા પછી કવિએ એ જ વર્ષે ઉજ્જયિનીમાં ચાતુર્માસ દરમિયાન “અંબડ કથાનક ચોપાઈની રચના પણ શરૂ કરી દીધી હતી, જે પછીના વર્ષમાં પૂર્ણ કરી હતી. “સાત આદેશમાં રચાયેલી ભિન્ન ભિન્ન રસ નિરૂપતી આ રાસકૃતિ કવિએ પોતાના મિત્ર લાડજીને સંભળાવવા માટે રચી હતી, એવો પોતે રાસમાં જુદે જુદે સ્થળે નિર્દેશ કર્યો છે.
મિત્ર લાડજી સુવિા કાજી, વાંચી કથા વિડાલંબી રાજી, કહઈ વાચક મંગલમાણિક્ય, અંબડ કથા રસઈ અધિક્ય,
તે ગુરુકૃપા તણો આદેશ, પૂચ સાત હૂઆ આદેશ. સકલચંદ્ર ઉપાધ્યાય
ઈ. સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન કવિ સકલચંદ્ર ઉપાધ્યાય પોતાની કૃતિઓમાં સુપ્રસિદ્ધ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે, પરંતુ કોઈ વખત પોતાને વિજયદાનસૂરિના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. એટલે વિજયદાનસૂરિ એમના દીક્ષાગુરુ હોવાનો સંભવ છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે મૃગાવતી આખ્યાન', વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ રાસ', ઉપરાંત “સાધુવંદના', “સતરભેદી પૂજા', “એકવીસ પ્રકારી પૂજા', “બાર ભાવના', “સઝાય', ‘વીર વર્ધમાન જિનવેલી’, ‘ગણધરવાદ સ્તવન', “સાધુકલ્પલતા', “મહાવીર હીંચસ્તવન', “ઋષભ સમતા સરલતા સ્તવન', વીરજિત સ્તવન’, ‘કુમતિદોષ વિજ્ઞાપ્તિકા', “શ્રી સીમંધર સ્તવન’, ‘ગૌતમપૃચ્છા', વવરસ્વામી સઝાય', “હીરવિજયસૂરિ દેશના સુરવેલી', “મુનિશિક્ષા સઝાય', ચતુર્વિશતિ સ્તવન', પાર્શ્વનાથ સ્તવન' ઇત્યાદિ ઘણી લઘુ કૃતિઓની રચના કરી છે.
કવિની મોટી કૃતિઓમાં ચેટક રાજાની પુત્રી સુપ્રસિદ્ધ સતી મૃગાવતીના ચરિત્ર વિશેની કૃતિ “મૃગાવતી આખ્યાન' છે. દુહા, ચોપાઈ, અને ભિન્ન ભિન્ન દેશીઓની ઢાળની ૭૨૫ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિ માટે કવિએ પોતે “આખ્યાન' શબ્દ પ્રયોજેલો છે.
મૃગાવતી સુરતી આખ્યાન, શીલ રખોપા કાજે,
સતી સવે નિત સુયો ભણ્યો, હીરવિજય ગુરજઈજી. કવિની આ કૃતિ સિવાય બીજી કૃતિઓ જોતાં જણાય છે કે કવિએ રાસ કરતાં
જૈન સાહિત્ય - ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org