________________
પજ ? : સવીથધ્યાન
૧૬. સર્વ પ્રતિજ્ઞાને ઉપસંહાર: इति प्रतिज्ञा प्रतिपध धीरः समस्त रागादि कलंक मुक्तः । आलंबते धर्मचंचलात्मा, शुक्लं च पद्यस्ति बलं विशालम् ।।१६।।
અર્થ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધીર પુરુષ સમસ્ત રાગાદિપ કલંકથી મુક્ત થઈ તથા ચંચળતારહિત થઈને, ધર્મધ્યાનનું આલંબન કરે છે, અને જે વિશાળ બળ હોય, તે શુકલધ્યાનનું આલંબન કરે છે. (આ પ્રમાણે યાનની પ્રતિજ્ઞા કરવાનું વર્ણન કર્યું, હવે ધ્યેયનું સ્વરૂપ કહેશે.)
; વિવેચનઃ એક સરોવર યા દરિયામાં જ્યાં સુધી તેનું જળ મોજાએથી ચંચળ થયેલું હોય છે, ત્યાં સુધી એ જળ ઉપર સૂર્ય આખે હોવા છતાં, તેનું પ્રતિબિંબ ખંડિત જણાશે, તેમ જ્યાં સુધી ચિત્તરૂપી જળ, સંસારરૂપી તળાવ વગેરેમાં રાગદ્વેષરૂપી પવનના મેગે, મજા કે ભરતીએટવાળું થાય છે, ત્યાં સુધી અખંડ આત્મસ્વરૂપ જણાતું નથી, માટે ચિત્તને સ્થિર કરવાને પ્રથમ રાગદ્વેષરૂપી પવને દૂર કરતા જવા, એટલે ચિત્તરૂપી જળમાં વિષને સેવવાના જે કલેલે ઊડે છે, તે ઓછા થતા થતા વિરામ પામી જશે. એમ જેમ જેમ તે વિરામ પામતા જાય, તેમ તેમ ધર્મધ્યાનનું આલંબન કરતા જવું કે જે ધર્મધ્યાનના આલંબનથી મન શુભતર પરિણામે વર્તતાં વર્તતાં, તેને આસ્વાદ લેતાં લેતાં, ત્યાંથી છેડે થડે વિરામ પામી, આત્મા તરફ વળી અનુક્રમે તે શુકલધ્યાનને પણ યંગ્ય થશે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org