________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૪
૧૨. કમ વિભ્રમથી કેવ કહેવાય, પણ વસ્તુતઃ હું કે શું ?
अहम् न नारकी नाम न तिर्य नापि मानुषः । न देवः किन्तु सिद्धात्मा, सर्वोऽयं कर्म विभ्रमः ॥ १२ ।।
અથ: વળી એમ વિચાર કે (શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દેખું તે) હું નારક નથી, તિર્યંચ નથી, મનુષ્ય નથી, તેમ જ દેવ પણ નથી, હું તે સિદ્ધાત્મા છું અને નારકાદિની જે અવસ્થા છે તે તે સઘળું કર્મોનું પરાક્રમ છે.
વિવેચન : નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવાદિ શરીરરચના તે કર્મોની છે, પરંતુ આત્મા તે શુદ્ધ સિદ્ધ સમાન જ છે. કર્મોના સંગથી તે નારકાદિ બને છે અને કર્મોના સમગ્ર વિયેગથી નારકાદિ અવસ્થાને નાશ થઈ પિતાના સ્વાભાવિક સ્વરૂપને એટલે સિદ્ધાત્મભાવને પામે છે. કારણ કે, નારકાદિ અવસ્થા તે આત્માને સ્વાભાવિક નથી, પણ વિભાવિક છે.
નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવાદિ એ બધાં પુદગલે છે અને પુદ્ગલ કાંઈ હું છું એવું જાણું શકે નહીં, કારણ કે જડ છે. માટે હું નારકાદિક પુદ્ગલથી અત્યંત ભિન્ન એ કાંઈક છું, ને તે પુદ્ગલે તથા તેની ક્રિયાને જાણનાર – જેનાર છું.
હવે જાણનાર જે છે, તે જે જાણે છે તેથી ભિન્ન છે. આ દૃષ્ટાંતમાં નારકાદિ દેહે, તે જાણવાના (ય) છે અને હું જાણનાર (જ્ઞાતા) તેથી ભિન્ન છું. પુદ્ગલ હું નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org