________________
૨૮ : સવીય ધ્યાન
તેના પર સિંચન થતું જાય છે, તેમ તેમ આ જ્વાળાને તાપ જૂન થતું જાય છે. તેમાં પણ સત્સંગરૂપ નદીમાં જેણે સ્નાન કર્યું છે, સશાસ્ત્રરૂપી સારવારમાં જેણે વારંવાર ડૂબકી મારી છે, તેને આ સંસારરૂપી અગ્નિ અત્યંત પીડી શકો નથી. પરંતુ એ અગ્નિને એકાંત નાશ તે અનુભવજ્ઞાનથી ભરેલા અમૃતસમુદ્રમાં નહાવાથી જ થાય છે, એ ભાવ છે.
સંસાર વ્યવહારમાં પણ એક અજ્ઞાન માણસ, ૨૩ કે જેને પાણી પાસે હોય તેની ખબર નથી, તે પાણી પાસે હેય ને જવાળામાં બળે છે, પરંતુ તેના ઉપયોગની જેને ૨૩. હાલના વખતમાં આપણે આ ભૂમંડળ પર દૃષ્ટિ ફેરવશું તે.
માલુમ પડશે કે માણસને જેમ જેમ જ્ઞાન થતું જાય છે, તેમ તેમ તે વ્યવહારમાં પણ કેવી રીતે દુઃખ નિવર્તન કરતો જાય છે. નર્થ અમેરિકાના ઇન્ડિયન લેક ઘણી જ જંગલી હાલતમાં છે. તેમાંના એક જગલી અજ્ઞાન માણસે રસ્તામાં કેટલાક વેલા દીઠા, તે ઉપર દ્રાક્ષના ઝુમખા હતા, તે તેડી ખાધા. એ દ્રાક્ષના ઝુમખા છે કે શું તેની એને ખબર નહોતી. પરંતુ એ વસ્તુ (દ્રાક્ષ) મીઠી છે. એટલું તે તેને જણાયું. આ જંગલી માણસે એ પદાર્થ પૂર્વ જોયેલે કે સભળે નહીં, પરંતુ તેને હવે એટલું જ્ઞાન થયું કે દ્રાક્ષ મીઠી છે. આ જ્ઞાનની મનુષ્યમાં હદ છે એમ પશ્ચિમાન્ય વિદ્વાને કહે છે ત્યાર પછી દ્રાક્ષ મીઠી છે” એ જ્ઞાનના આધારે – સ્મરણના આધારે – ધારણાના આધારે આઠ દિવસ સુધી તેણે દ્રાક્ષ ખાધી. એના મનમાં નક્કી હતું કે દ્રાક્ષ મીઠી છે, અને તે ખાધાથી સુખ થાય છે. પરંતુ નવમે દિવસે તેના પેટમાં દુખવા લાગ્યું. ત્યારે તે વિચારમાં પડી ગયું કે “ભદ્રાક્ષ મીઠી છે, ને તે સુખ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org