________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૩
અંતરાત્મા, બહિર જતું જળરૂપ સામર્થ્ય અને કુંડમાં રહેલું જળરૂપ સામર્થ્ય દેખે છે અને પરમાત્મા (તીર્થકર) પિતામાં, કુવારામાં અને પિતાના અનાદિ અવય, – સર્વમાંથી નીકળતા જળરૂપ સામર્થ્યને પિતાનું જાણે છે. જુઓ શુદ્ધોપચ વિવેચન, ત્રીજી આવૃત્તિ. ૧૦. પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ થવા આત્માને પ્રથમ જાણવોઃ
अहं च परमात्मा च, द्वावेतौ ज्ञानलोचनौ । अतस्तं ज्ञातुमिच्छामि, तत्स्वरूपोपलब्धये ॥ १०॥
અર્થ : હું અને પરમાત્મા એ બેઉ જ્ઞાનચક્ષુઓ છીએ, એટલા માટે પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવા આત્માને જાણવા ઈચ્છું છું. ૨૦
વિવેચન : જેમ પરમાત્મા જ્ઞાનચક્ષુરૂપ છે, તેમ આત્મા પણ વસ્તુતઃ જ્ઞાનચક્ષુરૂપ છે; પરંતુ આત્મા – આ મારા શરીરમંદિરમાં બિરાજતે આત્મા – બહુ જ નજીક છે. માટે તેને જાણું. એટલે આત્મજ્ઞાન લેચનલક્ષ થતાં (અંતરાત્મા થતાં) પરમાત્મજ્ઞાન લેચનનું અનુમાન થશે.
૨૦. કારણ? “જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક નહીં જા નિજ રૂપકે, સબ જાજે સો ફેક.”
– શ્રીમદ્ રાજચંદ્ર તેમ જ : “જ્યાં લગી આતમા તત્વ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” – શ્રી નરસિંહ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org