________________
૨૦ : સવીય ધ્યાન
વાણીની ઉત્પત્તિ જ મનુષ્ય મુખ છે. તે પછી તેને ત્યાં વચનમાં દારિદ્રતા હોય જ ક્યાંથી?! નહી જ હોય.
આ પ્રમાણે માત્ર હાથ, પગ અને મુખમાં લેતાં મનુષ્ય ગ ઇટ જણાય છે, તે પછી તેના બીજા અખૂટ ઇંદ્રિયેના ખૂણામાં આ જગત આવી રહે એમ સમજવું શું અશક્ય છે? નથી જ. આમ કહેવામાં સાર એટલો જ કે, – સર્વેન્દ્રિયમાંની એક ઈન્દ્રિયમાં પણ આવું અખૂટ સામર્થ્ય છે તે સર્વેમાં કેટલું? એ શું આપણે અનુમાન નહીં કરી શકીએ, અને જ્યારે સર્વ ઈન્દ્રિમાં આટલું સામર્થ્ય તે મનમાં કેટલું કરે મન નિર્મળ, પછી જુઓ કે શું નથી સમજાતું. થાઓ, સર્વેનું ભલું ઈચ્છનાર, કે પછી જુઓ તેને શું અશક્ય છે? કંઈ નહીં. આ તે ઇન્દ્રિય ને મન, જે પુદ્ગલિક છે, મનુષ્યના દેહમાં છે; પરંતુ મનુષ્યના પૂર્ણ દેહના ખૂણામાં જાણે એક આણુ ન હોય, તેટલું આ જગત જણાય છે. તે પછી આત્મા તે કેટલે મેટો! જ્યારે જગત એક અણુ જેટલું દેહમાં દેખાય તેને દેહ જ જગત શ્રેષ્ઠ છે, તે પછી આત્મા, જેને દેહે અનેક થાય, તે પણ કાયમ તે, જગત જ્યેષ્ઠ હોય! એવું બાળક પણ શું નહીં સમજે? એવું છતાં “અંતનિરસ” વિષયાદિમાં લલચાયે તેથી પિતે જ આમ ઠગાઈ રહ્યો છે. ' છ દ્રવ્ય જે જગતમાં છે, તેમાં જીવ મુખ્ય છે. તે છતાં પિતાથી હલકા એવા પુદ્ગલમાંથી ઉત્પન્ન થતાં તે ઠગા એ કેવું આશ્ચર્ય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org