________________
૨૬ ઃઃ સવયંધ્યાન સુંદર, પરંતુ જરા ઠેકર લાગી એટલે નકામા થાય છે. સ્ત્રી પણ સાયંકાળે સુંદર અને પ્રભાતે ડાકિણ જેવી લાગે છે, યુવાવસ્થામાં પ્રિય પણ વૃદ્ધાવસ્થામાં અળખામણું લાગે છે. હીરે કે સુંદર લાગે છે? પરંતુ તે દેવતામાં પડ્યો કે કેલસે થઈ જાય છે. છોકરું જન્મતી વખતે સુંદર અને મરતી વખતે અસુંદર, ઘર બાંધતી વખતે સુંદર અને પડતી વખતે અસુંદર, વિવાહને વરઘેડે સુંદર અને મરણ વખતનું આણું અસુંદર, જગતમાં સૂર્યોદય સુંદર અને સૂર્યાસ્ત અસુંદર, આમ જેની શરૂઆત છે અને જેને અંત છે, એવા વિષયે, આપાત માત્રરય એટલે આવી પડ્યા ત્યારે સુંદર અને અંતે નિરસ છે. પરંતુ આમા કે જેની શરૂઆત નથી અને અંત પણ નથી. વળી જે શાશ્વત છે, તે સુંદર કે અસુંદર થતું નથી, પરંતુ જ્યોતિર્મય છે. અજવાળું અને અંધારૂં જેમ પૂર્વાપર થાય છે, તેમ નહીં, પણ સૂર્યમાં નિરંતર પ્રકાશ છે, તેમ આત્મા નિરંતર પ્રકાશરૂપ છે. સુખદુઃખમય નથી. પણ આનંદમય (અવ્યાબાધ સુખમય) છે. જન્મમરણરૂપ નથી, પરંતુ અજન્મ અને અમર છે, માટે શાશ્વત છે, નાને મોટો નથી, ભારે હલકે નથી, પરંતુ અગુરુલઘુ છે.
પુદ્ગલ આપાત માત્ર રમ્ય, અને પછી વિરસ, જેમ ઉપલાં ઉદાહરણોમાં દેખાડ્યા તેમ જણાય છે. પરંતુ એ પુદ્ગલમાં રહેલે જીવ, જે રમ્ય અરમ્ય થતું નથી અને એકસરખે રમ્ય જ રહે છે, અને પુદ્ગલના રમ્ય અરમ્યપણાની, એમાં ભ્રાંતિથી, આપણા કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org