________________
સવીર્યધ્યાન
પ્રકરણ ૧લું
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ
૧. ધ્યાન કરવાને પ્રથમ કેવી પ્રતિજ્ઞા કરવી તે કહે છે: વસ્તુતઃ હુ કેણ? અને મને જેણે ફસાવ્યું?
अनंतगुणराजीव - बंधुरप्यत्र वंचितः
अहो भव महाकक्षे, प्रागहं कर्मवरिभिः ॥१॥
અર્થ: અનંત ગુણરૂપી કમલેને વિકસ્વર કરવાને જોકે સૂર્ય સરખું છું, તે પણ કેવી ખેદની વાત છે કે, આ ભવરૂપી મોટા કેદખાનામાં મને પૂર્વે કર્મરૂપી વૈરીઓએ ઠગ્યો!
વિવેચનઃ જેમ કમળમાં અનેક પાંખડીઓ હોય છે, તેમ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, સત્, ચિત, આનંદ, વીર્ય, દાન, લાભ, ભેગ, ઉપલેગ, આદિ અનેક ગુણ મારામાં વિદ્યમાન છે.
જેમ કમળપુષ્પની પાંખડીઓ સૂર્યને જોઈને પ્રફુલ્લિત થાય, તેમ ઉપર વર્ણવેલા, જ્ઞાનાદિ અનંત ગુણો મને શુદ્ધ ચૈતન્યને) નિહાળી વિકસ્વરપણું પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org