________________
22
અનંતકાળનાં અંધારાં ઉલેચાતાં અરુણોદય થ અને સૂર્યોદય થતાં જ નવી ક્ષિતિજનાં દર્શન નથી થતાં? આપણું દૃષ્ટિની, જ્ઞાનરૂપી સૂર્યોદયની પહેલાં કરતાં ક્ષિતિજ લંબાઈ પહેલાં અંધકારને કારણે જે વસ્તુનું લેશમાત્ર જ્ઞાન કે ભાન ન હતું એ હવે થતાં આપણું ધ્યેય સ્પષ્ટ થયું. અને એ રીતે જ્ઞાની ભગવંત આચાર્ય શુભચંદ્રગણિ ધ્યેયસ્વરૂપને પ્રારંભ કરાવે છે.
આપણું ધયેય શું છે? વળી પ્રશ્નાવલિ શરૂ થઈ આપણું ધ્યેય આપણું સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. એ માટે એની કલ્પના પણ જોઈશે. પ્રારંભિક અવસ્થામાં આલંબન વિના ચાલે નહીં એટલે પરમાત્માના ચેતનસ્વરૂપની કલ્પના કરવામાં આવી. કલેક ૨૨-ર૭માં થેયસ્વરૂપ વિસ્તારથી દર્શાવ્યું છે, જે કલમ દ્વારા કાગળ પર ઉતારી શકાય એવું વર્ણનીય નથી. તે માત્ર સ્વાનુભવથી જ સમજાય એવી બાબત છે. જ્યાં સુધી ચેતનસ્વરૂપની કલ્પના છે ત્યાં સુધી સાધક એમ સમજે છે કે “મારું સચિદાનંદ સ્વરૂપ આવું છે. એ રીતે ધ્યાનમાં મગ્ન થતાં જ્યારે એમ પ્રતીતિ થાય કે આ કપેલું સ્વરૂપ એ જ હું છું” ત્યારે ચેતન અગર સબીજ ધ્યાનની આવશ્યકતા નથી રહેતી અને સાધક નિરાલંબ ધ્યાનની અવસ્થાએ પહોંચે છે.
આ સ્થિતિએ પહોંચ્યા પછી કર્મરાજા કે શેતાનની શી મગદૂર છે કે તે આપણને આપણા માર્ગમાંથી ચલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org