________________
આવી જાય છે. ધ્યાનપ્રતિજ્ઞા પ્રારંભના પ્રકરણમાં વસ્તુતઃ આ વાતનું જ નિરૂપણ છે.
આ બધી વૈચારિક – માનસિક ભૂમિકા છે.
હવે થશે કે સાચી પરિસ્થિતિ સમજાતાં, અજ્ઞાનરૂપી અંધકારના વિનાશમાં પ્રવૃત્ત થતાં, અને દિવ્યજ્ઞાનદષ્ટિ લાધતાં આ બધી વૈચારિકમાનસિક ભૂમિકાને અંત આવશે. પરંતુ એમ નથી. જુઓ કવિશ્રી નેહરશ્મિ શું કહે છે :
પેલે ધસે અમિત વેગથી નીલ પહાડ ઝંઝા રહી ચહુદિશે નિજ વીંઝી પાંખ આકાશ ભાંગી ગબડી શિર પે ઝીંકાય તૂટે સુકાન, શઢ ફાટી કરે કડાકા. ને તેય છે મુજ ઉરે ચઢતે નશે કૈ !
ના મૃત્યુ આ, પ્રલય ના, ક્ષિતિજે નવી ત્યાં. ૬
ઘડીભર થશે: આકાશ તૂટી પડવાની, સુકાન તૂટવાની, શઢ ફાટવાની અને કડાકાની વાતે ક્યાંથી આવી? અત્યાર સુધી આપણે કર્મરાજાના કેદી હતા; એની નૌકામાં હતા. આપણે એની સાથે સંઘર્ષ કર્યો એમાં એ નૌકાના શઢ ફાટે અને કડાકાની વાત આવે એમાં નવાઈ શી? હવે તે એ છોડીને જ્ઞાનરૂપી ગંગામાં છીએ ને ?
અહી જ નવી ક્ષિતિજે દેખાય છે. આ મૃત્યુ કે પ્રલય નથી. અલબત્ત કર્મરાજા માટે એ અવશ્ય છે. પરંતુ ૬ જુઓ ઃ સમર્પણ (પાક્ષિક) : ૧૮ ઑગસ્ટ, ૧૯૬૮ ૫૪ ૧૮ઃ
ક્ષિતિજે નવી આ' કાવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org