________________
20
રટણ થતાં એને ઘનઘાતી કર્મોનું મૂળ શું? એ બાબત. ફૂરે છે. અજ્ઞાન જ આ બધાં દુઃખનું કારણ છે એ. એને અનુભવ થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારને વિલય કરવા પ્રયત્ન કરે છે. એ માટે શરીરાદિ પદાર્થો એ હું એવી જે ગેરસમજણ હતી અને એને પરિણામે પિતે રાગદ્વેષ, કેધ-માન, માયા અને લેભના કેંદ્રમાં તેમ જ વિષયેના ફદમાં ફસાયે હતા એ સમજાય છે. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં શરીરાદિ એ હું નહીં, પણ મારું સચ્ચિદાનંદ સ્વરૂપ તદ્દન એથી જુદું અને અલૌકિક તેમ જ પિતે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક ગુણેથી યુક્ત છે એમ એને સમજાય છે. અદ્યાવધિ અજ્ઞાનના જ કારણે મોક્ષમાર્ગનું દર્શન ન થયું એવી એને દઢ પ્રતીતિ થાય છે.
અજ્ઞાનરૂપી અંધકારને વિલય કેવી રીતે કરે? વળી પ્રશ્ન થાય છે અને એ વિષે ચિંતન કરતાં સાધકને ધ્યાનરૂપી વજા – શસ્ત્રોમાં ઉત્તમ શસ્ત્ર – હાથવગું થાય છે. પિતામાં અને પરમાત્મામાં તાત્વિક દષ્ટિએ જરા પણ ભેદ નથી, પણ વ્યવહારથી પિતે કર્માધીન છે એટલે ભેદ જણાય છે એ પણ એને સમજાય છે.
- હવે એ જ્ઞાનમાર્ગ યતિ ઢળે છે. જ્ઞાનથી અગર જ્ઞાન થવાથી એ જોઈ શકે છે કે પિતે નારકી, તિર્યચ, મનુષ્ય કે દેવતા નથી, પરંતુ સિદ્ધાત્મસ્વરૂપ છે, અને કર્મવિશ્વમથી પિતે કે કહેવાય એ વિષે દુઃખ અનુભવે છે. જ્ઞાનદષ્ટિ લાધતાં જ પિતાના સ્વરૂપને ખ્યાલ ચક્કસપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org