________________
is
વિકૃત સ્વરૂપનું કારણ શું? આવા સ્વરૂપમાં મને કેણે ફસા? વગેરે પ્રશ્નો દ્વારા પિતાની વસ્તુતઃ સાચી સ્થિતિને અભ્યાસ કરે છે. કર્મરાજાએ જ એને ફસાવ્યો છે એ બાબતમાં એને લેશમાત્ર શંકા રહેતી નથી.
એક વખત નિર્ધારિત વિષય પર ચિંતન શરૂ કર્યું એટલે વિચારની ઘટમાળ ચાલે જ છે. એ વિચારે ઉપરોક્ત પ્રશ્નોના લાધેલ પ્રત્યુત્તરના પ્રત્યાઘાતરૂપે પણ હેઈ શકે. -ઉત્તગ શિખરોની હારમાળાની માફક મન આવા ભિન્ન ભિન્ન વિચારેની હારમાળા પર વ્યવસ્થિત આરોહણ કરે છે. કીમિયાગર માનવી જે માનવી ઠગારાં કર્મોના ફંદામાં ફસાયે એટલે સ્વાભાવિક પોતાની ભૂલ સમજાય છે અને પિતે અત્યાર સુધી ચલાવેલી નીતિ-રીતિ માટે પશ્ચાત્તાપ કરે છે.
મનુષ્ય પિતાના દુશમનને એક વખત ઓળખે – પછી એને બરાબર પછે પકડવાને પણ નિર્ણય કરે છે. હવે એ દુમનની યુક્તિ-પ્રયુક્તિ કારગત નીવડે એટલે એ ગાફેલ પણ ન રહે એટલું જ નહિ પરંતુ દુશ્મનને હંફાવી અંતે તેને નાશ કરવાને દઢ સંકલ્પ પણ કરે છે. આ બધી મનોવૈજ્ઞાનિક ભૂમિકાની એવી લાઇન પર સાધક આવી જાય છે કે એની ગાડી પૂરપાટ ઝડપે સડસડાટ ધ્યેય તરફ દેડતી થઈ જાય છે.
હવે એણે લીધેલા નિર્ણયને અમલમાં મૂકવાની વાત આવે છે. ઘનઘાતી કર્મોને કેમ નાશ થાય? એની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org