________________
13
હવે આ અંતસ્તપ શું છે તે સંક્ષેપમાં જોઈએ.
વૈદિક પરંપરામાં મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં જણાવે છે તેમ, ચિત્તત્તિનિrઃ | ચિત્તની વૃત્તિએને નિધિ અગર નિગ્રહુ કરે તેનું નામ યોગ. એમણે ચિત્તની (૧) ક્ષિપ્ત (૨) મૂઢ (૩) વિક્ષિપ્ત (૪) એકાગ્ર અને (૫) નિરૂદ્ધ એમ પાંચ અવસ્થાએ કલ્પી છે, અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ એગનાં આઠ અંગે આપ્યાં છે.
બૌદ્ધ પરંપરામાં સ્થવિરવાદ અને મહાયાન બે મુખ્ય ભાગ છે. સ્થવિરવાદમાં (૧) અંધપુથુજ્જન (૨) કલ્યાણ-- પુથુજજન (૩) સતાપન (૪) સકદાગામી (૫) અનાગામી અથવા ઓપપાતિક અને (૬) અરહા – એમ આધ્યાત્મિક વિકાસની છ ભૂમિકાઓનું નિરૂપણ કર્યું છે. જ્યારે મહાયાન પરંપરામાં નામભેદ અને સંખ્યાબેદ પ્રવર્તે છે, પરંતુ સામાન્યતઃ દશ ભૂમિકાઓને ઉલ્લેખ મળે છે તે આ પ્રમાણે છેઃ (૧) પ્રમુદિતા (૨) વિમલા (૩) પ્રભાકરી, (૪) અચિંમતી (૫) સુદુર્જયા (૬) અભિમુખી (૭) દુરંગમા (૮) અચલા (૯) સાધુમતી અને (૧૦) ધર્મમેઘા.
જૈન પરંપરામાં પ્રાચીન આગમને અનુસરી આધ્યાત્મિક વિકાસક્રમની ચૌદ પાન -શ્રેણું આપવામાં આવી છે. એ ચૌદ ગુણસ્થાનેમાં (૧) મિથ્યાષ્ટિ (૨) સાસ્વાદ (૩) સમ્યકમિથ્યાદષ્ટિ (8) અવિરત સમગ્ગદષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્તસંયત (૮) અપૂર્વકરણ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org