________________
12.
ઉત્કટ કેટિ સુધી પહોંચ્યા, અને જ્યારે એનું પરિણામ એને સતેષ ઉપજાવે તેવું ન આવ્યું, ત્યારે તેઓ મુખ્યપણે સ્થાનમાર્ગ તરફ વળ્યા, અને તપને નિરર્થક માનવા – મનાવવા લાગ્યા. કદાચ આ એમના ઉત્કટ દેહની – દમનની પ્રતિક્રિયા હેય. પણ શાલક અને મહાવીરની બાબતમાં એમ નથી. એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ ધ્યાન જેવા અંતસ્તપ તરફ પૂરું લક્ષ આપેલું અને તેમણે એમ પણ કહ્યું કે બાહ્ય તપ ગમે તેટલું કઠેર હય, છતાં એની સાર્થકતા અંતસ્તપ ઉપર અવલંબિત છે. તેથી તેમણે બાહ્ય તપને અંતસ્તપના એક સાધન તરીકે જ સ્થાન આપ્યું. આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા ન થઈ.”૪
એટલે, પં. ડો. સુખલાલજીએ વિસ્તારપૂર્વક વિલેષણ કર્યું, એ મુજબ (૧) એકલાં બાહ્ય તપને કશે અર્થ નથી. (૨) બાહ્ય તપની સાર્થકતા અંતસ્તા પર અવલંબિત છે. (૩) બાહ્ય તપ અંતસ્પનું એક સાધન માત્ર છે. માત્ર બાહ્ય તપથી પ્રતિક્રિયા થાય. ૫. ડૉ. સુખલાલજીએ કહ્યું તેમ ભગવાન બુદ્ધમાં જે પ્રતિકિયા થઈ, એવી પ્રતિક્રિયા આપણામાં થાય અને ધ્યાનમાર્ગ તરફ વળીએ તે એ ઉત્તમ જ છે. પરંતુ આજના યુગના વાતાવરણમાં એવી પ્રતિક્રિયા થવાનો સંભવ નથી. ઊલટું બાહ્ય તપ નિરર્થક જણાતાં જે પ્રતિક્રિયા થાય છે એથી ધર્મમાં જ મૂળભૂત શ્રદ્ધાને અભાવ થાય છે. આથી વિશેષ દયાનમાર્ગની મહત્તા વિષે લખવું વ્યાજબી લાગતું નથી. ૪. જુઓઃ સમદર્શ આચાર્ય હરિભદ્ર પૃષ્ઠ ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org