________________
બદલે, એ તે એમનાથી હેરાન-પરેશાન થયા કરે છે અને જીવન જેવું જીવન, એક નાના કુત્કાર જેવા કેવા માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંધ્યરંગની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મેહ-ભભકા માટે, વેડફી નાખે છે.”
મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં જન્મે છે, ઉછરે છે અને કેળવણુ પામે છે. અને સૌથી વધુ તે, એ સર્વ પ્રાણીઓમાં બુદ્ધિશાળી ગણાય છે. એ કીમિયાગરે પણ છે. ભલભલાને આબાદ રીતે સપડાવે એવી રીતના દાવપેચ પણ જાણે છે. વિજ્ઞાનની પાંખે એ સમસ્ત સૃષ્ટિને તાગ મેળવવા પણ મળે છે. પણ અંગ્રેજીમાં કહેતી છે કે Most of the Intelligent people lack in common sense. એ મુજબ એ સામાન્ય સમજને અભાવ દર્શાવે છે, ત્યારે પિતે જે કીમિયાથી અન્યને ફસાવી જાણે છે એવા જ કીમિયાથી પિતે પણ આબાદ ફસાઈ જાય છે!! આ વિષે સ્વામી રામકૃષ્ણ પરમહંસે આપેલું ઉદાહરણ અત્રે જેવું સાર્થક થઈ પડશે. તેમણે કહ્યું છે, “જુઓ, દાણુની દુકાનમાં ચેખાના મેટા મેટા ઢગલા કરેલા હેય છે. ડેડ ઘરની છત સુધી પહોંચે એટલા ઊંચા હોય છે. ચોખા, દાળ, બધી જાતના અનાજના ગંજના ગંજ કરી મૂકેલા હોય છે. એ અનાજ ઉંદર ખાઈ ન જાય તેટલા માટે દુકાનવાળા પાણી અને ગેળની ગોળપાપડી બનાવીને ઉંદરના દર પાસે વેરી મૂકે છે. તે સ્વાદે ગળી અને સારી ૧. જુઓઃ જિબ્રાનની છવનવાટિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org