________________
ધ્યાનસ્વરૂપે પ્રારંભ :: ૧૫
એ ત્રણેને છૂટાં પાડવા જ નહીં અને પરવસ્તુમાંથી સઘળી પ્રીતિ લઈ પરમાત્માને ખરા જિગરથી અપે એટલે, બીજી કઈ પણ વસ્તુથી, તેનું મન ક્યાંયે ખેંચાશે નહીં. લાલનના પિતૃ નિર્વિશેષગુરુ શ્રી આનંદઘન પણ કહે છે : કપટ રહિત થઈ આતમ અપણે રે, આનંદઘન પદ રેહ
ઝાષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે આમા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રિપુટી પણ એકરૂપ આવી રીતે છે. અંતરાત્મા પિતાનામાં જ પરમાત્માનું સ્વરૂપ જાણી અત્યંત પ્રીતિવાન થાય અને એ પ્રીતિ–રૂપ આત્મા–વડે પરમાત્મામાં રમણ કરે એટલે, પિતાનામાં જણાતા પરમાત્મામાં રમણ કરે. આમ આત્માથી, આત્મામાં (અંતરાત્મામાં) આત્માને (પરમાત્માને) જાણે, આમ ધ્યાનની શરૂઆતમાં દેખાતું પરમાત્માનું, અંતરાત્માનું કે તેવા ભક્તિમાન તથા ઉત્સાહક આત્માનું સ્વરૂપ યથાર્થ સેળે સેળ આના કેઈનું પૂર્વે નહેતું, પરંતુ પછી ધ્યાનની પરાકાષ્ટા થતાં (એક એવી સત્યવસ્તુ પિતે જ જણાઈ જાય છે કે આ વચન ખરું ઠરે) આત્મા જ આત્મામાં આત્માને જાણે છે, જુએ છે.
દ્રવ્યનું એટલે વસ્તુનું વતુરૂપે જ્ઞાન સકળ પર્યાથી પર હેય એમ અનુભવ થાય છે, વસ્તુમાં પર્યાય અનુગત છે એ વાત ખરી. પરંતુ એ પર્યા, વસ્તુનું અખંડ જ્ઞાન અસ્થિર મનવાળાને કરવા દેતા નથી. એ પર્યાયને વસ્તુ
Jain Education International
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org