________________
૧૨૪ : : સવર્યાન
' આમ ગ્રાહ્ય ગ્રાહ્યકભાવ ભૂલી, એટલે ધ્યાતા ધ્યેય અને ધ્યાનને ભૂલી પરમાતમારૂપ દયેયનું ધ્યાન કરતાં કરતાં ધ્યાતા પરમાત્મા સાથે અભેદરૂપ બની જાય.
ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રાહક એ એક જ રૂપ જ્યારે જણાય અને તેમાં આ ત્રણે વિકલપે જ્યારે જતા રહે, ત્યારે ધ્યાનની પરિસમાપ્તિ થઈ. એમાં એક સરળ ઉદાહરણ એવું છે કે હિમ, જળ અને બાષ્પ, ત્રણે કેઈ એક અચિંત્ય વસ્તુના પર્યાયે છે. તે વસ્તુ કઈ? તેને માટે નામ નથી; પરંતુ તેના ત્રણ સ્વરૂપનું ધ્યાન જતું રહેવાથી જે વસ્તુ આ ત્રણ સ્વરૂપે પ્રગટ થતી જણાય છે તે અચિંત્ય વસ્તુનું અપક્ષ જ્ઞાન થાય છે.
થાતા અંતરાત્મા, દયેય પરમાત્મા, ધ્યાન અંતરાત્માને અખંડ પ્રેમભાવ એમ ચિંતવી એકાગ્ર મનથી પરમાત્માના પ્રથમ બાહ્ય સ્વરૂપનું અને પછી અંતર્ગુણનું પોતાના ગુણ સાથે અભેદભાવે મેળવતા જઈ ચિંતવન કર્યા જ કરવું તે જ્યાં સુધી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન કોઈ એક અચિંત્ય આત્મસ્વરૂપનાં ત્રણ સ્વરૂપ છે, એમ ન જણાય ત્યાં સુધી
તેમ આપણે જે પિતાના એટલે શરીરના કહેવાતા એવા ઘર આદિમાંથી તેમ જ સગાં, કુટુંબ જગા, દાગીને એટલામાંથી જ પ્રીતિ કાઢી નાખવી, એટલું જ નહિ પરંતુ પિતાના દેહમાંથી પણ પ્રીતિ કે મન કાઢી નાંખીને પોતાના અંતરાત્મામાં અખંડ પ્રીતિને કે મનની ધારાથી, જે પરમાત્મસ્વરૂપ સમજાયું હોય, તેવું એક માસ સુધી રાખીને નિબ જ ધ્યાન કરવું, જેથી આ વખતે પણ અવશ્ય લાભ થશે.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org