________________
૧૨૨ : : સલીયાન
ડોકું મરડવા લાગ્યા, અને બહુ મુશ્કેલીએ ઓરડામાંથી બહાર આવ્યા. આ મુશ્કેલીનું કારણ એ કે, પટેલ પિતાને ભૂલી ગયા અને એમ ધાર્યું કે “આ ઓરડાનું બારણું નાનું છે અને મારાં શીગડા મોટા છે તે મારાથી કેમ બહાર નીકળી શકાય?” તેથી શીગડા ફેરવી માંડ માંડ બહાર આવ્યો.
આમ પટેલ પિતાને ભૂલી ભેંસરૂપ બની ગયે એ જ રીતે જેનું ધ્યાન કરતા અધ્યવસાયરૂપ ધ્યેયરૂપ જ થઈ પિતાને ભૂલાવી દે તે નિબીજ ધ્યાન કહેવાય છે.૩૦ * ઈતિ નિર્બોજ ધ્યાન સમાધિદષ્ટાંત. ૩૦. સરખા : યોગસૂત્રના સમાધિપાદમાં પણ કહ્યું છે:
तस्यापि निरोधे सर्वनिरोघान्मि/जः समाधि ॥५१॥
અર્થાત જયારે સબીજ (સંપ્રજ્ઞાત) સમાધિના સંસ્કાર પણ રોકાઈ જાય છે, ત્યારે સર્વ વૃત્તિઓને નિરોધ થવાથી નિબ જ સમાધિ થાય છે.
– સંપાદક ક ૭૫ વર્ષ પહેલાં થયેલા અવધૂતયોગી મસ્તરામનું ઉદાહરણ આપવું અને ઠીક પડશે. ગોહિલવાડના દ્વાર સમા બેટાદમાં એક વાર અવધૂતગી મસ્તરામ શ્રી રૂસ્તમજી શેઠને ત્યાં રાતવાસે રહ્યા. ઉનાળાનો સમય હતે – ઉકળાટ પણ ખૂબ હતો. બંગલાના ફળિયામાં ખાટલે ઢાળી મસ્તરામજી સૂતા. જ્યારે રૂસ્તમજી શેઠ રાતના જાગી જતાં, ત્યારે તેમને કોઈ દેવળના ઘુમ્મટમાંથી જેમ પ્રતિઘોષ સાથે અવાજ પાછો ફરે તેમ “રામ-નામ'ને રણકાર મહાત્મા મસ્તરામજીના શરીરમાંથી આવતે સંભળા. છેક સવારના ચાર વાગ્યે રૂસ્તમજી શેઠ ધીરજ ખૂટી જવાથી મસ્તરામજીને ઢઢળીને જગાડડ્યા. અને પૂછ્યું: “આપ જાગે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org