________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ઃ ૧૨૧
પટેલને યોગીએ ત્યાં રહી ભેંસનું ધ્યાન ધરવાનું કહ્યું. પટેલ પિતાના મનની આંખે ભેંસને જોવા લાગ્યા, પટેલ શીંગડા બરાબર જોઈ શક્યા, પરંતુ પછી પટેલનું મન સ્થિર ન રહેવાથી, તે ભેંસના બીજા અવયવે બરાબર જઈ શક્યા નહીં.
બીજે દિવસે, ત્રીજે દિવસે, ચેાથે દિવસે એમ પંદર દિવસ સુધી પટેલ ભેંસના ધ્યાનમાં બબે ઘડી બેઠા, અને પંદરમે દિવસે પટેલને પિતાની વહાલી ભેંસનું બરાબર દર્શન થયું. ત્યારે ત્યાગીને કહેવા લાગ્યા કે, “જે મને ચિત્ર કાઢતા આવડતું હોય તે હું મારી ભેંસનું બરાબર ચિત્ર ચિતરી આપું. એક જરા સરખા ભેંસના વાળને પણ જોઈ શકું છું.”
આમ પિતાને અત્યંત પરિચિત એવી ભેંસનું ધ્યાન કરતાં કરતાં પટેલ એકાગ્રતાની સ્થિતિએ ચડ્યા. યેગશાસ્ત્રમાં એને “સબીજધ્યાન” કહે છે. તેમાં પટેલ કાંઈક પહોંચ્યા. ઇતિ “સબીજધ્યાન” અથવા આ દષ્ટાંતને પૂર્વ ભાગ.
અથ નિબી જયાન: ભેંસના ભાગને ઉત્તરભાગ : પછી સોળમે દિવસે પટેલ બે ઘડી સુધી તે જ ભેંસ; કે જેનું એકાગ્રતારૂપ ધ્યાન થઈ ગયું છે, તેના ધ્યાનમાં મગ્ન થયા.
આમ બીજા પંદરેક દિવસ સુધી ધ્યાને ચડતા ચડતા જ્યારે ત્રીસ દિવસ પૂરા થયા ત્યારે, જે ઓરડામાં પટેલ બેઠા હતા, તેના બારણામાંથી બહાર નીકળતી વેળાએ ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org