________________
૧૧૪ : : સવીચધ્યાન
- વિવેચન : જ્ઞાનની અપેક્ષાએ ય અ૫ છે. છ એ દ્રવ્યમાં જ્ઞાતા જીવ છે અને પાંચે દળે તેના, સકળ ગુણપર્યાય સુદ્ધાં રેય છે, એવાં અસંખ્ય દ્રવ્યું અને તેના અસંખ્ય ગુણ અને અસંખ્ય પર્યાય માત્ર આત્મજ્ઞાનના અનંતમા ભાગથી જ જણાઈ રહે છે અને વળી આત્મા. લોકાલોક પ્રકાશક છે.
ઓળખે કે આપણે કેના પુત્ર છીએ ? શત્રુને જીતનાર જિનના પુત્ર જૈન છીએ, કર્મોથી હારનારા પુરુષોના બાયલા પુત્ર નથી. “શું કરીએ ભાઈ, કર્મ બળવાન છે” એમ એકાંત વદનારા નથી, પરંતુ કાળ, સ્વભાવ, નિયત, કર્મ ને પુરુષાકાર, એ પાંચે કારણના જ્ઞાન વડે ગણ, મુખ્ય સમજી દૂર કરશું. કર્મને પિતાશ્રીની અનંત દયા જોઈ, આપણી દયાવડે ધૂળ હિંસાને તે દૂર કરીશું. પિતાશ્રીનું સત્ય જોઈ આપણા સત્ય વડે, સ્થૂળ અસત્યનું તો સત્યાનાશ કાઢશું. પિતાશ્રીના આ'તગુણ અને પ્રમાણિકપણને જોઈ, આપણી પ્રમાણિકતાથી, પ્રથમ સ્થૂળ ચેરીને પછી સૂક્ષ્મ ચેરીના કર્મને રોળી નાંખશું. પિતાશ્રીનું નિજસ્વરૂપમાં રમણતારૂપ બ્રહ્મ જોઈએ, આપણા સ્વદારા સંતોષરૂપ બ્રહાચર્યવડ પરદા રાની વિષયવાસનાને વણસાડી મૂકીશું. પછી સ્વદારાને ત્યાગ કરી નિજ ગુણને ભોગ કરીશું. પિતાશ્રીની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને જે આપણે નિજ ગુણ તરફ લક્ષ લગાડીશું અને તેમ બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરશું. પરદ્રવ્યના લેભને લાહ્ય લગાડી, અને તે તે પરિગ્રહને પણ અંતે છોડી – એ પરિગ્રહને પણ કેદખાનામાંથી છૂટી આપણા પિતાની પેઠે જ્ઞાનાદિ લક્ષ્મીને આલિંગશું.
આમ થોડે છેડે પરમાત્મા સાથે, અભેદભાવ કરતાં જવાથી છેડા જ વખતમાં એ અનુભવ થશે કે પિતાનામાં સિંહપણું છે તે જોશું. હાલની માફક કર્મવાદી બકરાના ટોળામાં મળેલાં સિંહ સાવકની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org