________________
૧૮ : આઈપયાન
અર્થ : જે વાણીને અગોચર છે, એવા અવ્યક્ત, અનત, શબ્દવર્જિત, જન્મરહિત, જન્મજમરૂપ જેમને ભ્રમ ગયે છે એવા, પરમાત્માનું નિવિકલ્પરૂપે ચિંતવન કરવું. - વિવેચનઃ જે પરમાત્મરૂપ તત્વ વાણી, મન અને ઇંદ્રિયને ગોચર નથી, પરંતુ જે કેવળ ધ્યાન વડે જ જણાય છે, તે તત્ત્વને કેવી રીતે સમજી ચિંતવન કરવું? તે આ કલેકમાં સૂચવ્યું છે. સર્વ વિકલપોથી પર, અવ્યક્ત, અનંત, શબ્દવજિત, અજ અને જન્માદિના ભ્રમથી રહિત પરમાત્મતત્ત્વ કેમ જણાય? જે વચનમાં આવે છે તે વચન પુદ્ગલિક છે. માટે વચન દ્વારા પૌગલિક વસ્તુ જણાય, પરંતુ વચનાતીત વસ્તુને જાણવાને ધ્યાન જ મુખ્ય માર્ગ છે, માટે જેમ જેમ નિર્વિકલ્પ થઈ ધ્યાન કરવામાં આવશે તેમ તેમ અંધકારમાં જેમ પ્રથમ પ્રભાત, પછી અરુદય અને પછી પૂર્ણ સૂર્યોદય થાય, તેમ આત્મસ્વરૂપ દઢ ધ્યાનમાં પ્રગટશે. એટલું જ નહીં પણ પિતાને નિશ્ચયપૂર્વક અનુભવ થશે કે જે જન્મે છે, તે પુગલિક છે, પણ હું નહીં અથવા હું (આત્મા) જેમ જન્મક્રિયા કરે છે, તેમ મરણકિયા કરે તેમાં પિતાને તત્ત્વદષ્ટિથી કંઈ નથી. જેમ દોડવું અને ચાલવું એમ બે ક્રિયા કરી, તેમાં પોતે તે વિદ્યમાન રહ્યો, તેમ જીવવું અને મરવું એ રૂપ જીવ બે જાતની ક્રિયા કરે છે. તેમાં જીવને શું? જેમ ખાવું, પીવું, લેવું–દેવું ઈત્યાદિ ક્રિયા કરે છે, તેમ જીવવું અને મરવું એવી પણ બે ક્રિયાઓ
૨૪. અથવા નિર્વિકલ્પ થઈને
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org